________________
જ્ઞાન-દર્શન-ચારિત્ર ભાવલિંગ છે. પાંચે પ્રકારના નિગ્રંથોને ભાવલિંગ અવશ્ય હોય છે. દ્રવ્યલિંગ હોય કે ન પણ હોય. મરુદેવી માતા વગેરેને દ્રવ્યલિંગનો અભાવ હતો.
૬. લેશ્યા : કોને કઈ લેશ્યા હોય તેની વિચારણા. પુલાકને તથા પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા કષાય કુશીલને ત્રણ શુભ લેશ્યા હોય છે. કુશ તથા પ્રતિસેવના કુશીલને છ લેશ્યા હોય છે. સૂક્ષ્મસંપરાય સંયમવાળા કષાય કુશીલ, નિગ્રંથ અને સયોગી સ્નાતક એ ત્રણને શુક્લ લેશ્યા હોય છે. અયોગી સ્નાતકને લેશ્યાનો અભાવ હોય છે.
-
૭. ઉપપાત ઃ મૃત્યુ પામીને કોણ ક્યાં ઉત્પન્ન થાય તેની વિચારણા. પુલાક સહસ્રાર (આઠમા) દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા ૧૧-૧૨મા દેવલોકનાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. કષાય કુશીલ નિગ્રંથ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. જઘન્યથી સર્વ સૌધર્મ દેવલોકમાં બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. સ્નાતક મોક્ષ પામે છે.
૮. સ્થાન : સ્થાન એટલે આત્માના સંક્લેશ-વિશુદ્ધિના પર્યાયોની તરતમતા. પાંચે પ્રકારના સંયમીઓ જ્યાં સુધી કર્મોથી સર્વથા મુક્ત ન બને ત્યાં સુધી દરેકના આત્મામાં અન્ય અન્ય સંયમીની અપેક્ષાએ વિશુદ્ધિની તરતમતા અવશ્ય રહેવાની. નિગ્રંથ અને સ્નાતકમાં કષાયોનો અભાવ હોવાથી નિષ્કષાયત્વ (કષાયના અભાવ)રૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં યોગની તરતમતાથી આત્મવિશુદ્ધિમાં તરતમતા રહે છે. ૧૩મા ગુણસ્થાને યોગનો વ્યાપાર હોય છે. ચૌદમા ગુણઠાણે યોગનો સર્વથા અભાવ હોય છે.
તત્ત્વદોહન
અધ્યાય આઠ સુધી જીવાદિ તત્ત્વોમાં જીવની સંસારયાત્રાનો ક્રમ જાણ્યા પછી ગ્રંથકાર હવે જીવને સંવરરૂપી મોક્ષમાર્ગના સહાયક તત્ત્વમાં પ્રવેશ કરાવે છે. આસ્રવનરોધ કરવાથી કે થવાથી જીવની આવરાયેલી
અધ્યાય : ૯ • તત્ત્વદોહન ૩૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org