________________
૨. શ્રુત : કોને કેટલું શ્રુતજ્ઞાન હોય તેની વિચારણા. ઉત્કૃષ્ટથી પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણને સંપૂર્ણ દશપૂર્વનું, કષાય કુશીલ અને નિગ્રંથને ચૌદપૂર્વનું શ્રુત હોય છે. જઘન્યથી પુલાકને આઠ પૂર્વ સંપૂર્ણ અને નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુ નામના પ્રકરણ સુધીનું બકુશ, કુશીલ અને નિગ્રંથને અષ્ટપ્રવચનમાતાનું (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું) શ્રુત હોય છે. સ્નાતક કેવળી હોવાથી શ્રુતરહિત હોય છે.
૩. પ્રતિસેવના : કોણ કેવા દોષોનું સેવન કરે તેની વિચારણા. પુલાક રાજા આદિના બળાત્કારથી અહિંસા આદિ વ્રતનું ખંડન કરે, પણ પોતાની ઇચ્છાથી ન કરે. ઉપકરણ કુશો વિવિધ રંગનાં, વિવિધ આકારનાં, બહુમૂલ્યવાળાં વસ્ત્ર-પાત્ર આદિને મેળવવામાં લક્ષ્યવાળાં હોય, જરૂરિયાતથી વધારે ઉપકરણો રાખે, ઉપકરણોને વારંવાર સાફસૂફ કર્યા કરે, સારા મનગમતાં ઉપકરણો મળે તો આનંદ પામે. તેવાં ન મળે તો ખેદ પામે. બકુશો શરીરને સાફસૂફ કરવા તરફ લક્ષ્ય રાખે, ઉત્તરગુણોમાં અતિચારો લગાડે, પણ મૂલગુણોમાં વિરાધના ન કરે. કષાય કુશીલ નિગ્રંથ અને સ્નાતકમાં પ્રતિસેવનાનો અભાવ છે.
૪. તીર્થ : તીર્થમાં જ હોય કે અતીર્થમાં પણ હોય તેની વિચારણા. જ્યારે તીર્થંકર ચતુર્વિધ સંઘની સ્થાપના કરે ત્યારથી તીર્થની શરૂઆત થાય છે. અને જ્યાં સુધી ચતુર્વિધ સંઘ વિદ્યમાન હોય ત્યાં સુધી તીર્થ રહે છે. એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના પહેલાં અને ચતુર્વિધ સંઘનો વિચ્છેદ થયા પછી અતીર્થ-તીર્થનો અભાવ હોય છે. સર્વ પ્રકારનાં નિગ્રંથો સર્વ તીર્થંકરોનાં તીર્થોમાં હોય છે. મતાંતર પુલાક, બકુશ અને પ્રતિસેવનાં કુશીલ તીર્થમાં જ હોય, કષાય કુશીલ નિગ્રંથ અને સ્નાતક તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. કારણ કે મરુદેવી માતા વગેરે અતીર્થમાં થયા છે.
૫. લિંગ : લિંગ એટલે નિગ્રંથનું ચિહ્ન. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે લિંગ છે. રજોહરણ, મુહપત્તી વગેરે દ્રવ્યલિંગ અને
૩૬૨ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org