________________
અવિશુદ્ધિથી જેનું ચારિત્ર ચિત્ર-વિચિત્ર બને તે બકુશ. બકુશ સામાન્યથી બે પ્રકારના છે. (૧) શરીર કુશ (૨) ઉ૫ક૨ણ બકુશ.
શરીર બકુશ હાથ-પગ ધોવા, શરીર ઉપરથી મેલ ઉતારવો, મોઢું ધોવું, દાંત સાફ રાખવા વાળ ઓળવા વગેરે પ્રકારની શરીરની વિભૂષા તરફ લક્ષ્ય રાખે છે.
ઉપકરણ બકુશ વિભૂષા માટે દંડ, પાત્ર વગેરેને રંગ, તેલ આદિથી ચળકતાં કરવાં, કપડાં ઊજળાં રાખવાં, સગવડતા માટે અધિક ઉપકરણો રાખવાં વગેરે તરફ લક્ષ્ય રાખે છે. બંને પ્રકારના કુશો ક્રિયામાં શિથિલ હોય છે. બાહ્ય આડંબર માન-સન્માન અને ખ્યાતિ વગેરેની કામનાવાળા હોય છે. સુખ અને આરામની ઇચ્છાવાળા હોય છે. તેમનો પરિવાર પણ દેશછેદ કે સર્વછેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય હોય છે.
-
અન્ય રીતે પણ બકુશના પાંચ પ્રકાર છે – આભોગ, અનાભોગ, સંવૃત્ત, અસંવૃત્ત અને સૂક્ષ્મ. (૧) જાણવા છતાં દોષોનું સેવન કરે. (૨) અનાભોગ-અજાણથી દોષોનું સેવન કરે. (૩) સંવૃત્ત – અન્યના દેખતાં દોષોનું સેવન કરે. (૪) અસંવૃત્ત કોઈ ન દેખે તેમ છૂપી રીતે દોષોનું સેવન કરે. (૫) સૂક્ષ્મ – થોડો પ્રમાદ કરે.
(૩) કુશીલ કુશીલ એટલે અયોગ્ય આચરણવાળા. ઉત્તરગુણના દોષોથી કે સંજ્વલ કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દૂષિત હોય તે કુશીલ નિગ્રંથ. તેના બે ભેદ છે. (૧) પ્રતિસેવના કુશીલ, (૨) કષાય કુશીલ.
(૧) પ્રતિસેવના કુશીલ પિંડવિશુદ્ધિ, ભાવના આદિ ઉત્તર ગુણોમાં અતિચારનું પ્રતિસેવન કરે, અર્થાત્ અતિચારો લગાડે. (૨) કષાય કુશીલ સંજ્વલન કષાયના ઉદયથી ચારિત્રને દૂષિત કરે તે કષાય કુશીલ. તેના જ્ઞાન કુશીલ, દર્શન કુશીલ, ચારિત્ર કુશીલ, લિંગ કુશીલ, સૂક્ષ્મ કુશીલ એ પાંચ ભેદ છે. આ પાંચ પ્રકારનાં કુશીલનું સ્વરૂપ પાંચ પ્રકારના સેવાપુલાકની જેમ જાણવું.
(૪) નિગ્રંથ ગ્રંથ એટલે ગાંઠ. ગાંઠથી રહિત તે નિગ્રંથ. જેને
૩૬૦ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org