________________
wwwwwwwwwwwwwwwwwwwwwww
તો આત્મા જ શેય અને ઉપાદેય છે. છતાં શ્રદ્ધા તત્ત્વની અપેક્ષાએ આ ભેદ સમજવા.
પુણ્યતત્ત્વ આત્મશક્તિરૂપ નથી. પરંતુ માર્ગની પ્રાપ્તિમાં તે ભોમિયારૂપ છે. અશુભ આશ્રવથી છૂટવા, પ્રારંભની ભૂમિકામાં શુભાશ્રય છતાં પુણ્ય ઉપાદેય કહ્યું તે વ્યવહારકથન છે. માર્ગ મળી જેમ ભોમિયો છૂટી જાય છે તેમ પુણ્ય પણ ત્યાજ્ય છે. માનવજન્મ મળવો તે પણ પુણ્યયોગ છે. શ્રાવક દશામાં અશુભ પ્રવૃત્તિથી દૂર થવા શુભ પ્રવૃત્તિને ઉપાદેય માની છે. મુનિદશામાં તે અપવાદરૂપ છે. પુણ્યને જીવતત્ત્વના ભેદમાં ગણવામાં આવતું નથી. સંવર નિર્જરા આત્મશક્તિરૂપ છે. તેથી જીવના ભેદમાં મૂક્યા છે.
જીવ-અજીવ તત્ત્વમાં નવ તત્ત્વોનો સમાવેશ થાય છે. જીવ : જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. અજીવ : અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ. नामस्थापनाद्रव्यभावतस्तत्र्यासः
૧-૫ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતસ્તધ્યાસઃ
૧-૫ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતઃ-તત્-ન્યાસઃ
૧-૫ ન્યાસ = વિભાગ નિક્ષેપ = અર્થ સામાન્યના વિભાગ
નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ચાર વાર પ્રકારથી જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ વિચારી શકાય છે. કારણ કે પદાર્થ માત્ર આ સ્વરૂપે હોય છે.
૧. નામ નિક્ષેપ : જગતના પદાર્થ માત્રને જાણવા માટે તેનું નામ હોય છે, તે નામનિક્ષેપ છે. વસ્તુને નામ ન હોય તો વ્યવહાર ન ચાલે, વળી એ બધા વ્યવહારનું મૂળ ભાષા છે. તે શબ્દની બનેલી છે.
૨. સ્થાપના નિક્ષેપઃ સ્થાપના = આકૃતિ, ચિત્ર, પ્રતિબિંબ. મૂળ પદાર્થની અનઉપસ્થિતિમાં તેની આકૃતિ કે ચિત્ર જોવાથી જીવમાં રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે. વળી નામ સાથે આકૃતિ હોય છે. જેમકે ઘડો. એ નામ છે, તેની આકૃતિ સ્થાપના છે. નામસ્થાપના વસ્તુસ્વરૂપ છે.
૧૨ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org