________________
વગેરે ઓગણીસ પરિષહો હોઈ શકે છે.
શીત અને ઉષ્ણ એ બેનો પરસ્પર વિરોધ છે. ચર્યા, શય્યા અને નિષદ્યા એ ત્રણનો પરસ્પર વિરોધ છે. વિરોધી પરિષહોમાં એક જીવને એકીસાથે કોઈ એક જ હોઈ શકે. શીત-ઉષ્ણ એ બે પરિષદોમાંથી એક અને ચર્યા આદિ ત્રણમાંથી બે એમ કુલ ત્રણ પરિષદો બાદ કરતાં ૧૯ પરિષહો રહે છે. એ ૧૯ પરિષહો પરસ્પર અવિરોધી હોવાથી એક જ વ્યક્તિમાં એક જ સમયે હોઈ શકે છે. सामायिक-छेदोपस्थाप्य-परिहारविशुद्धि સૂમસંપરચ-થાક્યાતાનિ વારિ
૯-૧૮ સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ
સૂમસંપરાય યથાખ્યાતાનિ ચારિત્રમ્ ૯-૧૮ સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપાયયથાખ્યાતાનિ ચારિત્રમ્
૯-૧૮ સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂમસપરાય અને યથાખ્યાત એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે.
ચારિત્ર એટલે સાવઘયોગોથી નિવૃત્તિના અને નિરવદ્ય યોગોમાં પ્રવૃત્તિનાં પરિણામ. આ પરિણામની વિશુદ્ધિની અનેક તરતમતા હોવાથી ચારિત્રના અનેક ભેદો થાય. પણ મુખ્યતયા સામાયિક આદિ પાંચ પ્રકારે ચારિત્ર છે.
(૧) સામાયિક : સમ એટલે રાગદ્વેષનો અભાવ, અર્થાત સમતા. આય એટલે લાભ. જેનાથી સમતાનો લાભ થાય તે સામાયિક. યદ્યપિ સામાયિક શબ્દના આ અર્થથી પાંચ પ્રકારનું ચારિત્ર સામાયિક સ્વરૂપ છે. કારણ કે તેનાથી સમતાનો લાભ થાય છે. પણ પ્રસ્તુતમાં સામાયિક શબ્દ પાંચ પ્રકારના ચારિત્રમાં અમુક પ્રકારના ચારિત્રમાં રૂઢ બની ગયો છે. સામાયિક ચારિત્રના બે ભેદો છે. (૧) ઇત્વરકાલિક અને (૨) માવજીવિક. થોડો કાલ રહેનાર સામાયિક ઇત્વરકાલિક સામાયિક છે.
અધ્યાય : ૯ • સૂત્રઃ ૧૮ જ ૩૩૧
www
w
-
RODRIGO
OU
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org