________________
શરીર નામકર્મ : આ કર્મના પાંચ ભેદ છે.
૧. ઔદાકિ, ૨. વૈક્રિય, ૩. આહારક. ૪. તૈજસ અને ૫.
કાર્મણ
જે કર્મના ઉદયથી જીવ ઔદારિક આદિ પાંચે શરીરયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને ઔદારિક આદિ શરીરરૂપ પરિણમાવે તે શરીર નામકર્મ. (વિશેષ નોંધ : અ. ૨, સૂત્ર ૩૫થી ૫૧માં છે.
૪. અંગોપાંગ નામકર્મ : અંગ શરીરના હાથ, પગ, માથું
વગેરે.
અંગના પેટા અંગો તે ઉપાંગ = આંગળી, રેખા.
અંગોપાંગ ત્રણ પ્રકારના છે. ઔદારિક, વૈક્રિય અને આહા૨ક આ ત્રણ શરીરને અંગોપાંગ હોય છે. તૈજસ-કાર્યણ શરીર સૂક્ષ્મ છે, તેથી તેને અંગોપાંગ હોતા નથી.
=
જે કર્મના ઉદયથી ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો ઔદારિક શરીર રૂપે પરિણમે તે ઔદારિક અંગોપાંગ, તેમ બીજા શરીર માટે જાણવું.
૫. બંધન : ઔદારિક આદિ પાંચ શરીર, તેમાં જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક આદિ શરીરના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલોનો એકમેક સાથે સંયોગ થવો. તે ઔદારિક આદિ જે તે બંધન નામકર્મ,
૬. સંઘાત : બદ્ધ પુદ્ગલોને શરીરના આકારમાં ગોઠવી આપનાર પાંચ શરીર પ્રમાણે તેના પાંચ ભેદ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ.
જે કર્મના ઉદયથી જેમ દંતાળી વડે છૂટા પડેલા ઘાસને એકત્ર કરવામાં આવે તેમ ગ્રહણ કરેલા ઔદારિક આદિ શરીરના પુદ્ગલો પિંડરૂપે સંઘટિત થાય તે સંઘાત નામકર્મ.
"
૭. સંહનન : (સંઘયણ) હાડકાની વિશિષ્ટ રચના. તેના છ પ્રકાર છે : વજૠષભનારાચસંઘયણ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ,
૨૮૪ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org