________________
૧
1
.
૧૪. વિહાયોગતિ ૧૫. પ્રત્યેક પ્રકૃતિ ૧. ત્રસદસક ૧૭. સ્થાવર
૧૦.
૧૩ નામકર્મના ચાર વિભાગ કરેલા છે.
૧. પિંડપ્રકૃતિ જેમાં એક કરતાં વધુ સંખ્યા હોય તે પિંડપ્રકૃતિ. જેમકે કેળાની લૂમ એક, પણ કેળા ૧૦-૧૨ની સંખ્યામાં હોય છે.
૨. પ્રત્યેક પ્રકૃતિ આ પ્રકૃતિમાં પેટા વિભાગો નથી. જેમકે પપૈયું એક એક અલગ હોય છે.
૩. ત્રસદશક : જેમાં ત્રણ પ્રકૃતિ સાથે બાદર આદિ દસ પ્રકાર હોય છે. ૪. સ્થાવરદસક : જેમાં સૂક્ષ્મ પ્રકૃતિ સાથે દસ પ્રકાર છે.
ચૌદ પિંડ પ્રકૃતિઓના ભેદો ૧. ગતિ નામકર્મ ઃ ગતિ નામકર્મના ચાર ભેદો છે. તે ગતિ પ્રમાણે તે તે કર્મના ઉદયથી સુખદુઃખ ભોગવવા યોગ્ય દેવ, મનુષ્ય, તિર્યંચ કે મનુષ્યગતિ પ્રાપ્ત થાય.
૨. જાતિ નામકર્મ : આ કર્મના પાંચ ભેદો છે. (૧) એકેન્દ્રિય : આ જીવોને ફક્ત ચામડી – સ્પર્શ ઇન્દ્રિયવાળા છે. (૨) બેઈન્દ્રિય: આ જીવો ચામડી અને જીભ બે ઇન્દ્રિય હોય છે.
(૩) ત્રણ ઇન્દ્રિયવાળા : આ જીવોને ચામડી, જીભ અને નાક ત્રણ ઇન્દ્રિય હોય છે. (તઇન્દ્રિય).
૪. ચાર ઈન્દ્રિયોવાળા : આ જીવોને ચામડી, જીભ, નાક અને આંખ હોય છે. (ચલરિન્દ્રિય).
૫. પાંચ ઇન્દ્રિયવાળા : આ જીવોને ચામડી, જીભ, નાક, આંખ અને કાન હોય છે. (પંચેન્દ્રિય.) તે તે કર્મના ઉદયથી જીવો એકેન્દ્રિય આદિપણાને પામે છે.
અધ્યાય : ૮ • સૂત્રઃ ૧૨ ૪ ૨૮૩
wwww
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org