________________
(૨) મિથ્યાત્વ ક્રિયા : મિથ્યાષ્ટિ જીવની સ્વમાન્ય દેવગુરુસંબંધી નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. (૩) પ્રયોગ ક્રિયા ઃ અશુભ કર્મબંધ થાય તેવી મન-વચન-કાયાની ક્રિયા. (૪) સમાદાન ક્રિયા ઃ જેનાથી કર્મબંધ થાય તેવી સંયમીની સાવધ ક્રિયા. (૫) ઇર્યાપથ ક્રિયા : ચાલવાની ક્રિયા. (૬) કાય ક્રિયા : આના અનુપરત અને દુષ્પ્રયુક્ત એમ બે ભેદ છે. મિથ્યાદૃષ્ટિની કાયિક ક્રિયા અનુપરત કાયક્રિયા છે. પ્રમત્તસંયમીની દુષ્પ્રયુક્ત (=સમિતિ આદિથી રહિત) કાયિક ક્રિયા દુષ્પ્રયુક્ત કાયક્રિયા છે. (૭) અધિકરણ ક્રિયા ઃ હિંસાનાં સાધનો બનાવવાં, સુધારવાં વગેરે. (૮) પ્રાદોષિકી ક્રિયા : ક્રોધાવેશથી થતી ક્રિયા. (૯) પારિતાપિકી ક્રિયા : અન્યને કે સ્વને પરિતાપ = સંતાપ થાય તેવી ક્રિયા. (૧૦) પ્રાણાતિપાત ક્રિયા : સ્વના કે પરના પ્રાણનો નાશ કરનારી ક્રિયા. (૧૧) દર્શન ક્રિયા : રાગથી સ્ત્રી આદિનું દર્શન-નિરીક્ષણ કરવું. (૧૨) સ્પર્શન ક્રિયા ઃ રાગથી સ્ત્રી આદિનો સ્પર્શ કરવો. (૧૩) પ્રત્યય ક્રિયા : નવાં (પૂર્વે નહિ થયેલાં) શસ્ત્રો શોધીને બનાવવાં. (૧૪) સમન્તાનુપાત ક્રિયા : જ્યાં મનુષ્ય, પશુ વગેરેનું ગમનાગમન થતું હોય ત્યાં મલ-મૂત્ર આદિ અશુચિ પદાર્થનો ત્યાગ કરવો. (૧૫) અનાભોગ ક્રિયા : જોયા વિના અને પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી. (૧૬) સ્વહસ્ત ક્રિયા : અન્યનું કાર્ય અભિમાનથી જાતે કરવું. (૧૭) નિસર્ગ ક્રિયા : પાપકાર્યોમાં સમ્મતિ આપવી – સ્વીકાર કરવો. (૧૮) વિદારણ ક્રિયા : અન્યના ગુપ્ત પાપકાર્યની લોકમાં જાહેરાત કરવી. (૧૯) આનયની ક્રિયા : સ્વયં પાલન ન કરી શકવાથી શાસ્ત્રઆજ્ઞાથી અન્યથા પ્રરૂપણા કરવી. (૨) અનવકાંક્ષા ક્રિયા : પ્રમાદથી જિનોક્ત વિધિનો અનાદર કરવો. (૨૧) આરંભક્રિયા ઃ પૃથ્વીકાય આદિ જીવોની હિંસા થાય તેવી ક્રિયા. (૨૨) પારિગ્રહિકી ક્રિયા : લોભથી ખૂબ ધન મેળવવું, તેનું રક્ષણ કરવું વગેરે. (૨૩) માયા ક્રિયા : વિનયરત્ન આદિની જેમ માયાથી મોક્ષ માર્ગની આરાધના કરવી. (૨૪)
Jain Education International
અધ્યાય ઃ ૬ • સૂત્ર : ૬ ૪ ૧૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org