________________
મિથ્યાદૃષ્ટિ દેવોને સ્વર્ગલોકના સુખ છૂટી જવાનું દુઃખ હોય છે. સમ્યદૃષ્ટિ દેવોને મનુષ્યનો જન્મ મેળવવાની ભાવના છે. કે જે દ્વારા પોતે સંયમ ધર્મની આરાધના કરી શકે.
ગમેતે ગતિમાંથી છૂટવાનું સાધન એકમાત્ર સમ્યક્ત્વ છે. જેની પ્રાપ્તિ અંતરંગની શુદ્ધિ પર અવલંબે છે. માટે માનવદેહમાં મળેલી વિચારશક્તિનું દોહન કરી, તેને નિર્મળતાના શિખરે અધિષ્ઠિત કરી પરમતાને પ્રાપ્ત કરો. ત્યાં સુખજ સુખ છે.
હે જગતના જીવો ! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મતત્ત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્વતત્ત્વનો જઘન્ય આશ્રય સમ્યગ્દર્શન છે. તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સલ ચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળ જ્ઞાન અને સિદ્ધત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે.
આ રત્નત્રય જ સિદ્ધાંતનું સર્વસ્વ છે. તથા તેજ મુક્તિનું કારણ છે; વળી જીવોનું હિત તે જ છે અને પ્રધાનપદ તે જ છે.
જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષ ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં જશે તેઓ ખરેખર આ અખંડિત રત્નત્રયને સભ્યપ્રકારે આરાધીને જ ગયા છે, જાય છે અને જશે.
આ સમ્યક્ રત્નત્રયને પ્રાપ્ત કર્યા વગર કરોડો – અબજો જન્મ ધારણ કરવા છતાં પણ કોઈ જીવ મોક્ષલક્ષ્મીના મુખકમળને સાક્ષાત્ દેખી શક્તા નથી.
Jain Education International
અધ્યાય : ૪
તત્ત્વદોહન ૪ ૧૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org