________________
વળી દેવલોકમાં ગયેલો જીવ પણ જો મિથ્યામતિ હોય તો અને મિથ્યામતિ જ રહે તો પરિણામે તેને એકેન્દ્રિયપણામાં ઉપજવાની સજા જ સહેવી પડે છે, એ પરથી સમજો કે એ દેવલોકના સુખનું પરિણામ જો આટલું નિકૃષ્ટ આવતું હોય તો તેને સુખ કહેવું કે નહિ ?
હવે જો સભ્યદૃષ્ટિ દેવો છે, તો ત્યાં કંઈ પણ જાગૃત છે. છતાં તેમનું સંયમી જીવન નથી. તેમાં પણ નીચેના દેવલોકમાં જીવો કષાય પરિણામવાળા હોય છે. નીચેના દેવલોકમાં બાળતપાદિના શુભ ભાવવાળા જીવો ઉત્પન્ન થાય છે. ઉપરના દેવલોકમાં સમ્યગ્દૃષ્ટિ કે નિર્ગંથ મુનિઓના જીવો પ્રાયે ઉત્પન્ન થાય છે.
એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિય સુધીના જીવો, દેવો કે નારકી કોઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. દેવપણે ઉત્પન્ન થાય તેવા શુભભાવ તેમને ઉપજતા નથી. અર્થાત તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જ દેવલોકમાં ઉપજે છે. કે જેમણે તેવા શુભભાવે કરીને દેવાયુ બાંધ્યું હોય. છતાં સમ્યગ્દર્શનના અભાવે તે સુખ સુખરૂપ નથી. માટે ગ્રંથકારે પ્રથમ અધ્યાયમાં જ મૂળ ધર્મ દર્શાવ્યો છે.
સમ્યગુદર્શન – જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:
નિગ્રંથમુનિની નિર્મળ ચારિત્રાવસ્થા આમ તો મોક્ષનું કારણ છે, પરંતુ ભવિતવ્યતાના કારણે કે યોગ્ય ક્ષેત્રાદિના અભાવે તેવા જીવો નવગૈવેયક કે સર્વાર્થ સિદ્ધના વિમાનમાં ઉત્પન્ન થાયછે, તે જાણે એક વિસામો છે. ઉત્કૃષ્ટ કોટિના શુભભાવો પુણ્યનું નિમિત્ત બને છે. ત્યારે નિર્જરા થવા સાથે પુણ્યનો બંધ થાય છે. પરંતુ શ્રેણિ પર અરૂઢ મુનિઓ જેવી ત્યાં અનંતગુણી નિર્જરા ન હોવાથી, પુણ્યયોગ વિશેષપણે થાય છે, તેવા જીવો પ્રાયે એકાવતારી હોય છે.
,
દીર્ઘકાળના એ આયુષ્યના કાળમાં સ્વરુપચિંતનની વિશેષતા છે. જેમ જેમ ઉપર ઉપરનાદેવલોક તેમ તેમ વાસના અને કષાયની મંદતા થાય છે. દેવલોકના સુખમાં પણ ભોગની તીવ્રતા નથી. બાહ્ય સંયમ નથી પણ અંતરંગ પરિણતિની લેશ્યા અત્યંત શુભ હોય છે.
૧૩૮ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org