________________
આવે છે અને સંયમની સાધના કરી મોક્ષ પામે છે. આ પ્રમાણે અહીં બે ભવ મનુષ્યની અપેક્ષાએ છે. અન્યથા દેવભવની સાથે ત્રણ ભવ થાય છે. મનુષ્યભવમાં જ મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી સૂત્રમાં મનુષ્યભવની અપેક્ષાએ વિજયાદિ દેવોને ટિચરમ કહેલ છે.* સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો નિયમા એકાવતારી હોય છે.
પાંચે પ્રકારના અનુત્તર વિમાનના દેવો લઘુકર્મી હોય છે. જે મુનિઓની મોક્ષની સાધના થોડી જ બાકી રહી ગઈ હોય તેઓ આ પાંચ વિમાનમાં ઉત્પન્ન થાય છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો, જો પૂર્વભવમાં અંતર્મુહૂર્ત જ આયુષ્ય વધારે હોત, અથવા છઠ્ઠના તપ જેટલી નિર્જરા વધારે થઈ હોત, તો સીધા મોક્ષમાં ચાલ્યા જાત. પણ ભવિતવ્યતા આદિના બળે થોડી સાધના બાકી રહી જવાથી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થાય છે.
તિર્યંચ સંજ્ઞાવાળાં પ્રાણીઓ औपपातिक - मनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ઔપપાતિક-મનુષ્યેભ્યઃ શેષાસ્તિયંગ્યોનયઃ ઔપપાતિક-મનુષ્યેભ્યઃ શેષાઃ તિર્યંગ્યોનયઃ
*
૪-૨૮
૪-૨૮
૪:૨૮
ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જીવો તિર્યંચ્યોનિ-તિર્યંચ છે.
તિર્થંગ
આડું
નારકો અને દેવો ઔપપાતિક છે. નારકો, દેવો અને મનુષ્યો સિવાયના સઘળા જીવોની તિર્યંચ્યોનિ (-તિર્યંચ) સંજ્ઞા છે. શાસ્ત્રમાં જુદી જુદી દૃષ્ટિએ જીવોના ભિન્ન ભિન્ન ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઈંદ્રિયોની અપેક્ષાએ જીવોના પાંચ ભેદ પડે છે. એકેન્દ્રિય,
=
મતાંતરે વિજયાદિ ચારમાં એકવાર ઉત્પન્ન થયેલ જીવ ઉત્કૃષ્ટથી મનુષ્ય-દેવના ચોવીશ ભવો કરી મોક્ષમાં જાય છે. આથી સેનપ્રશ્નમાં ‘વિજયાદિમાં બે વાર ગયેલ ચરમશ૨ી૨ી હોય છે'' એવો આ સૂત્રનો અર્થ કર્યો છે.
અધ્યાય : ૪ • સૂત્ર : ૨૮ ૪ ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org