________________
સ્થિતિબંધઃ કર્મ બંધાય ત્યારે સ્થિતિ – સમય પણ નક્કી થાય છે. જેમ કોઈ લાડુ એક માસ રહે પંદર દિવસ રહે તેમ મોહનીય જેવું કર્મ વધુમાં વધુ સિત્તેર ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી રહે કોઈ તેથી અલ્પ રહે. અનભાગ - રસબંધ : કર્મ બંધાય ત્યારે તે શુભફળ, સુખ આપવાવાળું છે. અશુભફળ દુઃખ આપવાવાળું છે. તે તે સમયે નક્કી થાય છે. તેમ લાડ અતિ કે અલ્પ મધુર હોય. કે અતિ કે અલ્પ તીખો હોય તેવો રસ-અનુભવ થાય. રસબંધ કષાયની તીવ્રતા કે મંદતા પર આધારિત છે. પ્રદેશ બંધઃ કર્મ બંધાય ત્યારે તેના સ્કંધોનો જથ્થો રસ પ્રમાણે ગ્રહણ થાય, જેમ કે કોઈ લાડુ અધિક તોલનો, કોઈ અલ્પ તોલનો હોય, તેમ કર્મના પ્રદેશોનું છે.
કર્મના બંધ, ઉદય, ઉદીરણા તથા સત્તાનું સ્વરૂપ બંધ : જીવના પરિણામનું નિમિત્ત પામી બીજ રૂપે કર્મનું બંધાવું. ઉદય : બંધાયેલા કર્મોનું ફળ બેસવું, પરિણામ આવવું. સત્તાઃ બંધાયેલા કર્મોનો તેના ફળ આપવાનો સમય ન થાય ત્યાં સુધી
આત્મપ્રદેશ સાથે પડી રહેવું, અર્થાત તે કર્મનો અબાધાકાળ છે. ઉદીરણા કર્મ શીઘ્રતાથી ખપાવવા. જેમ કાચી કેરીને શીઘ પકવવા માટે ઘાસ વગેરે
નાંખીને પકવવામાં આવે છે, તેમ તપ વગેરે જેવા દેહભાવનું દમન
કરવાના પ્રકારથી કર્મને શીધ્રભોગવી લેવાની રીત તે ઉદીરણા છે. કર્મ પુદ્ગલો કપાયરસનું નિમિત્ત પામીને આત્મપ્રદેશોને ચોંટે છે. તેના બીજા ચાર પ્રકાર સમજવા જેવા છે.
૧. સ્પષ્ટ, ૨. બદ્ધ, ૩. નિધન, ૪. નિકાચિત. ૧. ઋષ્ટ : (શિથિલ) સ્પર્શેલું. સોયના ઢગલામાંથી સોયને છુટી પાડતા. કે ઢીલા દોરાની
ગાંઠને છોડતા વાર લાગતી નથી. તેમ આ પ્રકારનું શિથિલ કર્મ સહેલાઈથી છૂટે
તેવું બંધાય છે. જેમ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું. ૨. બદ્ધઃ (કંઈક શિથિલ કંઈ ગાઢ) દોરામાં પરોવેલી સોયોને જેમ છૂટી પાડતા વાર
લાગે તેમ કર્મ કંઈક પ્રાયશ્ચિત કરવાથી કર્મો છૂટા થાય છે. ૩. નિધત્તકર્મ : (અલ્પ નિકાચિત) જૂના દોરામાં કાટવાળી સોયોના સંબંધને છૂટી
પાડતા ઘણો પરિશ્રમ પડે, સમય લાગે તેમ આ કર્મ ઉગ્ર તપ દ્વારા છૂટા પડે તેમાં
સમય અને શ્રમ વધુ થાય. ૪. નિકાચિત કર્મબંધઃ (અતિગાઢ) અગ્નિના તાપથી સોયો એકરસ થઈ જાય ત્યારે
તેને ફરી સોયરૂપે છૂટી થતાં ઘણો સમય લાગે તેમ નિકાચિત કર્મો ફળ આપ્યા સિવાય ક્ષય પામતા નથી. સમતાપૂર્વક ભોગવ્યે જ ક્ષય થાય.
આ પ્રકારો અશુભ કર્મોના છે. તેવી જ રીતે શુભકર્મબંધમાં સમજવું જેમ શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ ભગવાને તીર્થંકર નામકર્મ સાથે ચક્રવર્તીપદનું શુભનામકર્મ નિકાચિતપણે બાંધ્યું હતું, તેથી ભોગવવું પડ્યું. તે શુભ કર્મ છે.
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org