________________
ચારિત્ર પાંચ પ્રકારનાં છે.
ચારિત્ર ઃ વિતરાગ સ્વરૂપ આચરણ, સ્થિરતાનો વિકાસ. ચારિત્રગુણનો વિકાસક્રમ પાંચ પ્રકારે છે.
૧ સામયિક : દર્શન, જ્ઞાન ચારિત્રમય, સમતારૂપભાવ.
સામ = સમતા. આય = લાભ. ઇક = પ્રત્યય છે. = સામાયિક
*
જેના વડે સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રનો લાભ થાય તે તથા વિષમ સ્થિતિમાંથી સમતામાં આવવું તે સામાયિક છે. સાવઘપાપ વ્યાપારનો સર્વથા ત્યાગ મુનિને હોય છે. તે આજીવન હોય છે. સાવદ્યપાપ વ્યાપારનો આંશિક ત્યાગ શ્રાવકને હોય છે. જે શિક્ષાવ્રત કહેવાય છે. સામાયિક શું છે ? પ્રાથમિક આત્મ વિશુદ્ધિ,
આત્મશક્તિને પ્રગટ કરનાર,
નિર્જરાનો અપૂર્વ લાભ આપનાર,
રાગ દ્વેષથી મધ્યસ્થભાવ રાખનાર,
સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્રનો લાભ આપનાર.
૨ છેદોપસ્થાપના : પૂર્વના ચારિત્રકાળનો છેદ અને પુનઃ મહાવ્રતોનું સ્થાપન. લઘુદીક્ષાર્થીને વડી દીક્ષા આપવી. લીધેલા મહાવ્રતોનો ભંગ થવાને કારણે પુનઃ મહાવ્રતોનો સ્વીકાર. આ પ્રકાર પ્રથમ અને ચરમ બે તિર્થંકર પ્રભુના સમયમાં હોય છે. બાવીસ જીનના સમયમાં નથી.
૩ પરિહાર વિશુદ્ધિ : પરિહાર ત્યાગ, વિશુદ્ધિ = વિશેષ શુદ્ધિ. ગચ્છનો ત્યાગ કરી અમુક સાધુજનો વિશેષ તપ આચરે તથા એકાંતમાં રહી ઉગ્ર સાધના કરે. ૪ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર : સૂક્ષ્મ-અતિઅલ્પ, સંપરાય-લોભ કષાય. ક્રોધ, માન, માયાના કષાય ક્ષય થયા હોય. લોભ કષાયનો અતિસૂક્ષ્મપણે ઉદય વર્તે તે સૂક્ષ્મ સંપરાયચારિત્રછે. ૫ યથાખ્યાત ચારિત્ર : યથાર્થ સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર, મોક્ષના કારણભૂત ચારિત્ર છે. આ ચારિત્ર પ્રગટે કેવળજ્ઞાન પ્રગટે છે. પ્રથમ સામાયિક ચારિત્ર વ્રતધારી શ્રાવકને મર્યાદિતપણે હોય છે. પછીના ચાર ચારિત્ર મુનિને જ હોય છે. દેશ કાળ પ્રમાણે જાણવું.
-
સંવર તત્ત્વનો સારાંશ
સંવર તત્ત્વ મુખ્યત્વે અભિનવ કર્મોનો રોધ કરે છે. અર્થાત્ નવા કર્મના પ્રવાહને રોકે છે. તે રોકવા માટે વ્રત પ્રત્યાખ્યાનાદિ ૫૭ ભેદ દર્શાવ્યા છે. એ ભેદો જાણવાથી જીવ વિચારે છે કે જીવની આવી અનુપમ શક્તિ છતાં કર્મોથી બંધાય છે, અને ભ્રમણ કરે છે. તેને રોકવા માટે સંવર તત્ત્વ ઉપાદેય છે. વ્રતધારી શ્રાવક આંશિકપણે આદરે અને ક્રમે કરી સર્વથા ત્યાગ- પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરીને મુક્તિ પામે.
યોગ સહિત દશામાં કર્મનો પ્રવાહ ચાલુ રહે છે. અયોગી ગુણસ્થાને તે સંપૂર્ણ રોકાય છે. પણ ઉત્તરો ઉત્તરના ગુણસ્થાનકે આત્મવિશુદ્ધિને કા૨ણે સંવર પ્રમાણે કષાયના રસનું અને સ્થિતિનું પ્રમાણ ઘટે છે. સંવરના ૫૭ ભેદો જીવને ધર્મધ્યાનમાં લઈ જાય છે. અને દુર્બાન છૂટી જાય છે.
Jain Education International
૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org