________________
પાંચ સમિતિ + ત્રણ ગુપ્તિ : અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. આ આઠ પ્રવચનરૂપી માતા સંવરરૂપ પુત્રને જન્મ આપે છે. સંવરધર્મ વ્રતધારીને સામાયિક પૌષધમાં હોય છે. મુનિને હંમેશા હોય છે માટે આ આઠ પ્રકારને રૂડી રીતે ગ્રહણ કરવા જેનાથી રાગાદિભાવ રોકવાથી સંવર થાય છે.
પરિષહ બાવીસ : આવતા કષ્ટોને સમભાવે સહન કરવા.
મુખ્યત્વે આ પરિષષ્ઠ મુનિધર્મમાં છતાં વ્રતધારી શ્રાવકને પણ આવશ્યક છે. પરિષહ સહન કરવામાં રાગદ્વેષ ક્ષિણ થતા સંવર થાય છે.
૧ ક્ષુધા પરિષહ : નિર્દોષ આહારની અપ્રાપ્તિ છતાં સદોષ આહાર લેવો નહિ પણ સુધા સહન કરવી.
૨
તૃષા પરિષહ ઃ તરસ લાગે ત્યારે અળગણ કે સચિત પાણી પીવું નહિ તૃષા સહન કરવી. ૩ શીત પરિષહ : સખત ઠંડીમાં અગ્નિ જેવા સાધનોનો ઉપયોગ કરવો નહિ ઠંડી સહન કરવી.
૪ ઉષ્ણ પરિષહ : અતિશય ગરમી છતાં વાયુ કે પંખા જેવા સાધનોનો ઉપયોગ કરવો નહિ ગરમીની પીડા સહન કરવી.
પ દંશ પરિષહ : મચ્છર આદિના ઉપદ્રવથી ત્રાસ ન પામવો સહન કરવું.
૬ અચેલક પરિષહ : મૂલ્યવાન વસ્ત્રો કે ઉપકરણ ન રાખવા, મલિન કે જીર્ણ વસ્ત્ર મળે ખેદ કરવો નહિ.
૭ અતિ પરિષહ : દુઃખમાં ઇષ્ટ વસ્તુની અપ્રાપ્તિમાં ખેદ ન કરવો.
૮ સ્ત્રી પરિષહ : સ્ત્રીના મનોહર રૂપાદિ જોઈ મોંહ પામવો નહિ.
૯ ચર્યા પરિષહ : અપ્રતિબધ્ધ વિહાર કરવો. પ્રતિકૂળતા સહન કરવી.
૧૦ નિષદ્યા પરિષહ ઃ સ્મશાન કે નિર્જન સ્થાનમાં ધ્યાન કરતાં ઉપસર્ગ થાય તે સહન કરવા.
૧૧ શય્યા પરિષહ : સંથારો કરવામાં જે પ્રતિકૂળતા આવે તે સહન કરવી.
૧૨ આક્રોશ પરિષહ : કોઈના કઠોર વચન સહન કરવા.
૧૩ વધ પરિષહ : કોઈ મારે, પ્રહાર કરે તો સહન કરવા પણ દ્વેષ ન કરવો.
૧૪ યાચના પરિષહ ઃ સંયમને યોગ્ય વસ્તુ મેળવવા શ્રાવકો પાસે સંકોચ ન રાખવો.
:
૧૫ અલાભ પરિષહ : નિર્દોષ ભિક્ષા ન મે તો ઉદ્વેગ ન કરવો.
૧૬ રોગ પરિષહ : રોગ સમયે ઔષધ-સેવાની અપેક્ષા વગર સહન કરવું.
૧૭ તૃણ સ્પર્શ પરિષહ : વિહારમાં કે સંથારામાં કાંટા વગેરેના સ્પર્શથી ક્ષોભ કે દુઃખ ન માનવું.
૧૮ મલ પરિષહ : શરીરની મલિનતા કે પરસેવાથી ઉદ્વેગ પામી સ્નાનની ઇચ્છા ન કરવી. ૧૯ સત્કાર પરિષહ ઃ ભક્તો તરફથી મળતા સત્કારમાં રાજી થવું નહિ.
૨૦ પ્રજ્ઞા પરિષહ : જ્ઞાન હોવા છતાં ગર્વ ન કરવો.
૨૧ અજ્ઞાન પરિષહ : જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન માટે દુઃખ ન લગાડવું પણ જ્ઞાન
૭૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org