________________
લોકાકાશ : બે પગ પહોળા કરી કમરે હાથ રાખી ઊભા રહેલા પુરુષાકાર જેવો લોકાકાશ છે. તેની બહારનું આકાશ કે જેમાં અન્ય કોઈ દ્રવ્ય નથી તે અલોકાકાશ છે.
લોકાકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યો હોવાથી જીવ તથા પુદ્ગલ ગતિ અને સ્થિતિ કરે છે. પરંતુ આલોકાકાશમાં તે દ્રવ્યોના અભાવે શક્તિસંપન્ન ઈન્દ્ર પણ ત્યાં ગતિ કરી શકતા નથી. સિદ્ધ પરમાત્મા પણ લોકના અગ્રભાગે જઈ અટકે છે. સ્થિર થાય છે.
લોકાકાશ અસંખ્ય પ્રદેશ છે. લોકાલોક વ્યાપી હોવાથી સમસ્ત આકાશ અનંત પ્રદેશી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત અરૂપી તત્ત્વ છે. નક્કર ગોળા સરખી આકૃતિવાળું છે. આકાશ દ્રવ્યના અવકાશના ગુણને કારણે જગતના તમામ પદાર્થો રહી શક્યા છે. ૪. પુદગલાસ્તિકાય ? લક્ષણ – (ગુણ) પૂરણ – ગલણ
પુદ = પૂરણ – મળવું.ગલ = ગળવું – વિખરવું. પુલનું મૂળ પરમાણુ છે. પરંતુ તેનું વિકારી સ્વરૂપ અનંત અસંખ્ય કે સંખ્યાત પ્રદેશી પરમાણુઓનો જથ્થો – સ્કંધ છે. અર્થાત પરમાણુ સ્વભાવધર્મવાળા છે અને સ્કંધો વિભાવધર્મવાળા છે. પુદ્ગલ રૂપી છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દવાળા છે, તે જ તેનું રૂપીપણું છે.
પુદ્ગલ સ્કંધોમાં પ્રતિસમય સ્નિગ્ધતા અને રૂક્ષતાને કારણે નવા પરમાણુઓ ઉમેરાય છે અને પ્રતિસમય પૂર્વબદ્ધ પરમાણુઓ વિખરાય છે. જો કોઈ સ્કંધો અમુકકાળ સુધી ન વિખરાય તો તેના રસાદિમાંથી કોઈપણ પ્રકારનું પૂરાવું કે વિખરવું અવશ્ય બને
ચક્ષુ આદિથી કે યંત્રથી જણાતા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ પદાર્થ તે પરમાણુ નથી. પરમાણુ દૃષ્ટિ અગોચર અને અવિભાજ્ય છે, તે માત્ર કેવળી ગમ્ય છે.
શરીર ભાષા કે મન આદિની રચનામાં આ પરમાણુ દ્રવ્ય કારણભૂત છે. સુખ, દુઃખ, ઉચ્છવાસ, આદિનો અનુભવ કરવામાં પણ કારણભૂત છે. જેમ કે ઔદારિક શરીરમાં સ્પર્ધાદિ કે રસ વગેરેથી સુખદુઃખ થવું; દેશ્ય અને સ્પર્શ્વ માત્ર પદાર્થો પુદ્ગલ છે. કાશ્મણવર્ગણાથી માંડીને શરીરાદિ સર્વ પુદ્ગલ દ્રવ્યના પ્રકારો છે.
હે પ્રભુ! તમે નિરાગી નિર્વિકારી સચિદાનંદ સ્વરૂપ છો.
૪૫
080000000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org