________________
પાઠ : ૨૧ જીવના લક્ષણ
જીવનું લક્ષણ ઉપયોગ છે, તેમાં દર્શન અને જ્ઞાન ઉપયોગ મુખ્ય છે. છતાં ચારિત્ર, તપ, વીર્ય, એ જીવના ગુણ હોવાથી લક્ષણ છે.
૧. દર્શન ઉપયોગ વસ્તુને સામાન્યપણે જાણે તે દર્શન ઉપયોગ છે. તેથી તે નિરાકાર ઉપયોગ છે, આ ઉપયોગથી જીવને વસ્તુનો સામાન્ય બોધ થાય છે.
દર્શન ઉપયોગ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન ચાર પ્રકારે છે.
૨. જ્ઞાન ઉપયોગ : કોઈ પદાર્થને જીવ વિશેષપણે જાણે તે સમગ્ર જીવોને અનુસરીને જ્ઞાન આઠ પ્રકારે છે. તેમાં સમ્યગ્દષ્ટિને અનુસરીને પાંચ જ્ઞાન કહ્યા છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન મોક્ષને પ્રયોજનભૂત ન હોવાથી ગમે તેટલી બુદ્ધિની વૃદ્ધિ તે અજ્ઞાન ગણાય છે. તે મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિપરીત અવધિજ્ઞાન (વિભંગજ્ઞાન) કુલ આઠ પ્રકાર છે.
આ જ્ઞાન વિશેષધર્મા હોવાથી સાકાર ઉપયોગ છે. જેમાં ઘટ, પટ, વર્ણ, સ્થાન, વગેરેનો વિશેષપણે બોધ થાય છે. દરેક જીવને આઠ જ્ઞાનમાંથી પ્રથમના બે જ્ઞાન હોય જ, જીવ ક્યારે પણ જ્ઞાનરહિત ન હોય. અને જીવ સિવાય કોઈને જ્ઞાન ન હોય. અતિ સૂક્ષ્મ એવા નિગોદના જીવને અતિઅલ્પપણે આ બંને જ્ઞાન હોય છે. જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ્ઞાન પ્રગટ થાય છે.
અંતમુહૂર્તને આંતરે છદ્મસ્થજીવને દર્શન-જ્ઞાન ઉપયોગ વારંવાર થાય છે.
૩. ચારિત્ર : વીતરાગતા - પરંપરાએ મુક્તિનું કારણ છે. મોહનીય કર્મના ક્ષય ઉપશમ કે ક્ષયોપશમથી વીતરાગ-ચારિત્ર પ્રગટે છે, તે દ્રવ્ય, ભાવ સંયમમુક્ત શુભઆચરણ. ગમે તેવા આવરણ હોવા છતાં કેટલાક પ્રદેશો શુદ્ધ હોવાથી જીવમાત્રને અત્યંત અલ્પ પણ ચારિત્રરૂપ ઉપયોગ હોય. તેથી ચારિત્ર ઉપયોગ જીવનો છે.
વ્યવહારનયે અશુભ ક્રિયાનો નિરોધ, અને નિશ્ચયનયથી અશુભ હિંસાદિ પરિણામથી નિવૃત્તિ વીતરાગતા તે ચારિત્ર છે.
૪. તપ : દ્રવ્ય ભાવ અર્થાત્ બાહ્ય અત્યંતર તપ બાર પ્રકારે છે. જીવમાત્રને તે પ્રકારોમાંથી હીનાધિક તપ હોય છે. કારણ કે તપ ઉપયોગ જીવનો છે. અજીવનો
નથી.
Jain Education International
૩૮
-
For Private & Personal Use Only
www.jainelibrary.org