________________
પાઠ : ૪૨
૦ ગોત્ર કર્યું : ૮ અંતરાયકર્મ
છ. ગૌત્ર કર્મ બે ભેદવાળું છે ૧ ઉચ્ચ ગોત્ર, ૨. નીચ ગોત્ર.
કુંભાર ઘડા ઘડે છે તેમાંથી કોઈ ઘડો જળ ભરવાના કામમાં આવે અને કોઈ ઘડો મદીરા જેવા હલકા પદાર્થો ભરવાના કામમાં આવે. તેમ જીવને જન્મ મળતા ઊંચુ કે નીચું ગોત્ર મળે છે. આત્મા હલકો કે ભારે નથી, કે તેને ગોત્ર નથી, આ કર્મ આત્માના અગુરુ લઘુ ગુણને રોકે છે.
૧ ઉચ્ચ ગોત્ર : જેના ઉદયથી જીવને ઉત્તમકુળમાં જન્મ થાય.
૨ નીચ ગોત્ર : જેના ઉદયથી જીવને હલકા કુળમાં જન્મ થાય.
૮. અંતરાય કર્મના ભેદ પાંચ છે.
અંતરાય :
દાનાદિ કાર્યોમાં તથા આત્મ શક્તિ પ્રગટ થવામાં જે અંતરાય આવે તે અંતરાય કર્મ છે.
૧ દાનાંતરાય : પોતાની પાસે ધન સમૃદ્ધિ હોય, સુપાત્રનો જોગ હોય, દાનનું ફળ જાણતો હોય છતાં દાન આપવાની ભાવના ન થાય.
૨ લાભાંતરાય : જગતના ભૌતિક સુખની સામગ્રી ધનધાન્ય ગૃહ જેવા સાધનોની અપ્રાપ્તિ રહે.
૩ ભોગાંતરાય : ઉત્તમ વસ્તુઓ ખાવા, પીવા, ભોગવવાની મળી હોય છતાં રોગાદિને કારણે ભોગવી ન શકે.
ભોગ - એકવાર ભોગવાય તેવા ભોજન આદિ.
-
૪ ઉપભોગાંતરાય : વસ્ત્ર, સ્ત્રી, અલંકાર જેવી સામગ્રી છતાં પરવશતાને કારણે ભોગવી ન શકી તે ઉપભોગાંતરાય કર્મ. જે વસ્તુ પુનઃ પુનઃ ઉપભોગમાં આવે તે ઉપભોગ.
Jain Education International
:
૫ વીર્યંતરાય ઃ શારીરિક શક્તિ હોય, નિરોગી હોય છતાં તપ, વૈયાવચ્ચ જેવા શુભકાર્યો કરવામાં ઉત્સાહ ન આવે. તે સમયે દુર્બળ બને કે પ્રમાદ સેવે.
૫૨માર્થ દૃષ્ટિએ અંતરાય કર્મ આત્મા પોતાના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણ પ્રગટ ન કરે. તે ગુણોનો આનંદ કે ભોગ પ્રાપ્ત ન કરી શકે, તેમાં પુરુષાર્થ કરી ન શકે કે તેવા પરમાર્થ સાધનો પ્રાપ્ત ન થાય તે અંતરાય કર્મ છે.
૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org