SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્યને રણકાર હશે. અથવા રાજનું કંઈ લેણું હશે માટે આવી તપાસ આદરી હશે. નગરપાલે પણ પાડોશીઓમાંથી પાંચ સાત પુરુષોને દેદ શાહની સ્થિતિ વિષે પૂછયું તે તેને જાણવા મળ્યું કે, દેદા શાહ પાસે ધન હોય એવું અમે માનતા નથી. એના માસીને એને જે કાંઈ વાર મળેલે તેમાંથી તેણે ધંધો શરૂ કરેલ અને ગયા પોસણ વખતે પહેલીવાર બંને માણસેએ સુવર્ણના અલંકાર ધારણ કરેલા.” આવી વિગત એકત્ર કરીને નગરપાલકને ખાતરી થઈ હતી કે, દેદ શાહ ઉપર મહારાજાએ જે તહોમત મૂક્યું છે ને સત્ય લાગતું નથી. જે તેને પ્રજાને મળ્યો હોય ઘરની પરિસ્થિતિ સાવ જુદી હેય. ઘર પણ નાનું છે અને સારે વરસાદ થાય તો મેં ભેગું થાય એવું જર્જરિત છે. નગરપાલક પાંચે ય સૈનિકે સાથે વિદાય થયો અને સંધ્યા પહેલા જ મહારાજને મળીને પિતે કરેલી તપાસની માહિતી આપી, અમદારે પણ હાટડીની તપાસની માહિતી આપી. રાજાએ નગરપાલકને રાત્રિના પ્રથમ પ્રહર પછી આવવાનું જણાવીને રજા આપી. કામદાર પણ તપાસ કરીને નગરપાલ સાથે જ વિદાય થયા. - રાજાના મનમાં થયું, જરૂર આમાં કંઈક રહસ્ય છુપાયેલું છે. દેદા ભારે ચબરાક લાગે છે, દુકાનમાં કે ઘરમાં તેણે કોઈ પ્રકારને પુરા રાખ્યો નથી, તેમ પોતાની સ્થિતિ ગરીબ છે તે બરાબર જાળવી રાખેલ છે. આ છતાં તેણે પુષ્કળ દાન કર્યું છે અને તેણે પણ તે બધું કબુલ કર્યું છે માત્ર કોઈ ને આપેલા વચનનું બહાનું આગળ ધરીને આ ધન કયાંથી આવે છે તે જણાવતો નથી. ભારે ચાલાક છે ! ભારે ખંધે છે !! પણ એના સત્યવાદીપણાને બુરખો હું ખેંચી લઈશ. તને ભય સામે આવે ત્યારે માનવી જે હોય તે કહી નાખે છે.” આ પ્રમાણે નક્કી કરીને રાજા બીજા કાર્યમાં પરોવાયે. રાત્રિને પ્રથમ પ્રહર પૂરો થતાં જ મહાપ્રતિહાર અતિથિગૃહદે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy