SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ કેદા શાહ લગભગ એકાદ પ્રહરની તપાસ પછી કામદાર દેદા શાહના વાણેતરને હાટડી સોંપી પાછો ફર્યો. હાટડીમાં કોઈ સ્થળે કઈ પ્રકારનું ધન સુવર્ણરૂપે કે, ઝવેરાત રૂપે હતું જ નહિ. માલ પણ વધારે પ્રમાણમાં હતો નહિ. એજ રીતે દેદા શાહનું ઘર તપાસવા ગયેલા નગરપાલિકે પણ નાના ઘરના ખૂણે ખૂણું શોધી-તપાસી જોયા, ઘરમાં પણ પાકી તપાસ કરી...પરંતુ ક્યાંયથી કશી શકાસ્પદ વસ્તુ પ્રાપ્ત ન થઈ. હા એક મજુસમાં સે એક જેટલી કોરીઓ પડી હતી અને એક કુલ ડીમાં થોડા ત્રાંબાના ઢિગલા ભર્યા હતા. નગરપાલિકે શંકા જણાય એવા બે સ્થળે ખોદાણ પણ કરાવ્યું...પરંતુ કશું મળ્યું નહિ. કામવાળી બાઈ ને પૂછતાં પણ નગરપાલ કંઈ વિશેષ જાણ શકે નહિ. નગરપાલિકે પ્રશ્ન કર્યોઃ “તારાં શેઠાણી કેમ દેખાતાં નથી ?' મહારાજ, હું ગઈ કાલે સાંજે મારે ઘેર ગઈ હતી ત્યારે તેઓએ મને કશી સૂચના નહતી આપી. ઘણીવાર તેઓ પર્વતીથિના દિવસેએ ઉપાશ્રયમાં રહેતાં હોય છે. આજ સવારે હું અહીં આવી ત્યારે શેઠાણી ઘરમાંથી નીકળી ગયાં હતાં...મને કશી સૂચના નહોતી આપી. બંને માણસને એકાસણનું તપ હોવાથી રસોઈના કોઈ પ્રકારના પ્રબંધની પણ મને સૂચના નથી આપી. માત્ર શેઠજીએ મને એટલું કહેલું કે, “રાજદરબારમાંથી હું વહેલે મોડે આવું તો કશી ચિંતા ન કરવી. પડોશમાં ડેલીના તાળાની ચાવી આપીને તમારે જવું. નગરપાલને લાગ્યું કે, શેઠ દેદા શાહ પાસે કોઈ ખજનાનું ધન હેય એમ દેખાતું નથી. અપરાન્ત કાળે તે કામવાળીને ઘર સંપીને ચાલ્યો ગયો. પડોશના માણસે ભેગા થઈ ગયેલા. નગરપાલ ઘરની જડતી લેવા શા માટે આવ્યો હશે તે કેઈથી કલ્પી શકાયું નહિ. લેકેએ વિવિધ કલ્પનાઓ કરવા માંડી. કેઈ લેણદારે આમ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy