________________
રાજાની તપાસ
૫૩ નથી. આશ્ચર્ય ! અમે તે માનતા હતા કે આપશ્રીની કૃપાનું પરિણામ આવ્યું છે. આપની વાત સાંભળ્યા પછી લાગે છે કે દેદાને ક્યાંકથી નિધાન પ્રાપ્ત થયું હશે. તે વગર આ રીતે ખર્ચ કરી શકે નહિ. તેની અગાઉની સ્થિતિ તો અમે જાણીએ જ છીએ અને છેલ્લા થોડા
મહિનાથી તેનું થયેલું પરિવર્તન પણ જોઈ શક્યા છીએ. જ્યારે રાજ્ય તરફથી તેને કાંઈ સહાય નથી મળી તો જરૂર તેને કઈ ગુપ્ત નિધાન પ્રાપ્ત થયું હોવું જોઈએ.'
રાજાએ કહ્યું: “માધુ શેઠ, એવું હોય તે મને ખબર પડયા વગર કેમ રહે? જે કેઈ ને ક્યાંયથી પણ ગુપ્ત ધન મળ્યું હોય તે તે રાજાને જાહેર કરવું જોઈએ એવો નિયમ છે. દેદા શાહે એવી કઈ જાહેરાત કરી લાગતી નથી.'
“ખરું છે કૃપાનાથ, જરૂર દેદા શાહનું ભાગ્યબળ જેર વેરતું હોવું જોઈએ.” કહી ચારેય વેપારીઓ ઊભા થયા.
રાજાએ કહ્યું: “મારું આશ્ચર્ય શમાવવા માટે હું તપાસ કરીશ. કદાચ મારી ગેરહાજરીમાં દેદા શાહે મુખ્યમંત્રીને કે નગરપાલને વાત કરી હોય.”
વેપારીઓ મસ્તક નમાવી જયનાદ બેલાવી વિદાય થયા. વેપારીઓ મહારાજના ચિત્તમાં શંકાની ચિનગારી મૂકવામાં સફળ થઈ ગયા હતા.
રાજાના મનમાં થયું કે આ અંગે આડકતરી તપાસ કરાવવી પડશે. તેઓએ રાજસભાના કાર્યથી નિવૃત્ત થયા પછી મહામંત્રીના કાન પર આ વાત નાખી, મહામંત્રીએ કહ્યું : “દેદા શાહે કોઈ પણ પ્રકારનું નિધાન મળ્યું હોય તેવી સુચના અને કે નગરપાલકને કદી આપી જ નથી. આમ તે એ નવજવાન વેપારી છે. ખાનદાન કુટુંબને નબીરા છે. અને ધર્મપ્રેમી છે. સાવ સાદાઈથી રહે છે. વળીએ કોઈ પાસે પણ અસત્ય બોલતો નથી તે તદ્દન ઘસાઈ ગયેલો હતો અને મુશ્કેલી વચ્ચે જીવન વીતાવતે હતો. આમ છતાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International