SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ દેદા શાહ ફાવ્યું નહિ. એટલે દેદાએ નાની હાટડી નાખી. પાંચ સાત સોનૈયાની મૂડીમાં હાટડી શરૂ કરી અને તેનાં માસીબા રામશરણ થયાં. દેદે. વેપાર વધારવા માંડયે પણ બસે સોનૈયાનું દેણું થઈ ગયું. તે ભારે અકળાયે. ઘરમાં કાંઈ દરદાગીને નહિ ને હાટડીમાં કાંઈ માલ નહિ. અકળાયેલો દેદ કાંઈક ધંધા માટે ઉજજયીની ગયો. દસ પંદર દિવસે પાછો આવ્યો. પછી અમે સાંભળ્યું કે તે આપશ્રી પાસે આવેલે અને આજે તેના વેપારના વિકાસ અર્થે રાજ્યમાંથી સારુ એવું ધન આપેલું. આ સાંભળીને અમને આનંદ થયો કે મહારાજાએ પિતાના એક ગરીબ વેપારીને ખરે ટાણે સહારે આપો ! આપની કૃપાથી દેદો આજ ભારે સમૃદ્ધ બની ગયો છે. ગામમાં ગરીબોને ત્યાં ફરી ફરીને અન્નવસ્ત્ર આપે છે. નગરી બહાર એક ભેજનશાળા ખેલી છે. ગમે તે ક્ષુધાર્થીને કશું લીધા વગર ત્યાં ભજન અપાય છે. અને ગયા પસણમાં બે માણસોએ અઠાઈ કરી હતી. છેલ્લા કેટલાય વરસોમાં ન થયો હોય એવો સંઘને જમણવાર કર્યો હતો અને જમવા આવનાર આબાલવૃધ્ધ સર્વને એક એક સેનીયાની પરભાવના કરી હતી. કૃપાનાથ, આપની દયાથી અમારા ગામને એક દુ ખી વેપારી તરી ગયો છે તેને હર્ષ દર્શાવવા અમે આપશ્રી પાસે આવ્યા છીએ.” સાધુ શેઠે ઠાવકાઈથી વાત કરી. રાજાએ આખી વાત સાંભળી. તેમણે કહ્યું : “માધુ શેઠ, મને પણ આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે. દેદા શેઠનું નામ હું જાણું છું. ધર્મિષ્ઠ, સંસ્કારી અને સદાચારી જુવાન છે. જીવનમાં પણ સાદાઈ છે. તેણે ભોજનશાળા ખોલી છે તે વાતની પણ મને ખબર છે. પરંતુ મેં તેને કઈ પ્રકારની સહાય કરી નથી. સંભવ છે કે તેના કેઈ સગા સંબંધીએ મદદ કરી હોય.' અમને પણ આ સાંભળીને નવાઈ લાગે છે. દેદાને સગા વહાલામાં કોઈ નથી. વળી તે ઉજજયનીથી જે માલ મગાવે છે તે લગભગ પડત ભાવે જ વેચે છે...વળી તેને કોઈ બીજે વેપાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy