SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ એક ચિંતા ઊભી થઈ! ૪૩ છોડવા દેખાયા. તેણે ત્રિપત્રિની વીશેક જેટલી શાખાઓ લઈ લીધી. ઘેર આવતાં તે સૂકાઈ ગઈ અને તેણે વાટીને તેનું ચૂર્ણ કરી એક માટીના પાત્રમાં ભર્યું. લગભગ ત્રણ ચાર મણ સેનું બનાવી શકાય એટલું તે ચૂર્ણ હતું. ચૂર્ણનું માટીનું પાત્ર ચોક્કસ સ્થળે મૂકીને બીજે દિવસથી તેણે સુવર્ણ નિમણને પ્રયોગ શરૂ કર્યો. કેઈ ને પણ. કલ્પના ન આવે અને કોઈના હૈયે સંશય ન જાગે તે રીતે દેદા શાહે સોનું બનાવવા માંડયું. લગભગ બારેક દિવસ પછી એક મણ સોનું લઈને તેઓએ તેનું ધન બનાવવાનું વિચાર્યું. એટલે વિમલશ્રીએ કહ્યું : “સ્વામી આટલું સોનું આ ગામમાં વેંચશો તો લેકેને કંઈક ને કંઈક કુતૂહલ થશે અને સંશય આવશે.” હમણાં તો જેટલું બને તેટલું સોનું બનાવો...પછી માલ ખરીદવાના બહાને આપણે બંને ઉજજયની જઈશું. ત્યાં સેનાના ઘણાં વેપારીઓ છે એટલે આપણું સો મણ સોનું હશે તો પણ ખપી જશે. પણ આપણે એક એક મણથી વધારે વેંચવું નહિ. ભલે બેચાર આંટા ઉજજ્યનીનાં થાય. વળતાં થેડે ઘણે માલ પણ લઈ આવ અને બજારમાં વેંચવો એટલે લેકો પણ એમ જ. માનશે કે હવે ધંધામાં કંઈક સરખાઈ આવી છે.” “ખરેખર, ધન ન હોય તો મેળવવાની ચિંતા રહે. મળે તે તેને સાચવવાની ચિંતા રહે અને વાપરવાની પણ ચિંતા રહે. શાસ્ત્ર કારોએ ધનથી દૂર રહેવાનું જણાવ્યું છે તે જરાયે ખોટું નથી. તારી સલાહ વાજબી છે અને આપણે તે રીતે જ કરીશું.” દેદા શાહે કહ્યું. પુનઃ સુવર્ણ નિર્માણના કાર્યમાં બંને માણસો પડી ગયા. દોઢ મહિનામાં લગભગ ચાર મણ સોનું તૈયાર થઈ ગયું. ત્યાર પછી એક શુભ દિવસે બે મણ સોના સાથે પતિ પત્ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy