________________
સિદ્ધ નાગાર્જુન!
૨૫ આવતા. ખોરાકમાં તે મગની દાળ ને ભાત સિવાય કશું હતું જ નહિ.
સાધુની અનુભવી નજરથી દેદાને નિર્મળ સ્વભાવ, નિસ્વાર્થ સેવાભાવના અને વિનય વિવેકની સંપત્તિ છૂપાં રહી શક્યાં નહિ.
એક બે દિવસ પછી દેદાએ કહ્યું : “ કૃપાળુ, હવે આપ આજ્ઞા આપે તે હું પ્રવાસ શરૂ કરું .....”
બહુ ઉતાવળ છે ?”
એવું કાંઈ નથી પણ મારી આર્થિક કઠનાઈને લીધે જ હું મારી જુવાન પત્નીને ઘેર એકલી મૂકીને કંઈક કમાવાની આશાએ નીકળી પડ છું. '
“ઘરમાં કેટલા માણસે છે?”
હું ને મારી ઘરવાળી.' ‘ત્યાં ધંધો શેને કરે છે? ” કરિયાણાને.....” તારા બાપદાદા શું કરતા હતા ?
તેઓ જથ્થાબંધ વેપાર કરતા હતા, પણ ત્રણ વર્ષની વયે હું મા-બાપ વિહોણે બન્યો. મારા એક માસીબાએ મને મેટો કર્યો...” આમ કહીને દેદે પિતાના પર કેવી આપત્તિ આવી, ત્રણ ચાર દુકાનને મિલકત કેવી રીતે અલેપ થઈ ગઈ, વીસ વર્ષની વયે માસીબાએ પિતાનું જે કંઈ હતું તે ખરચીને મારાં લગ્ન કેવી રીતે કર્યા, ઘી ભેગું કરવાને ધંધે, નાની હાટડી, મોટો વેપાર કરવાની ભાવના થતાં કરેલું સાહસ, તેમાં મળેલી નિષ્ફળતા માસીબાનું મૃત્યુ, માથે થઈ ગયેલું ત્રણમો સેનયાનું દેણું અને પોતે ધંધા કે નોકરી માટે નીકળી પડયા તે સઘળી વાત સાધુને કહી.
સાંભળીને સાધુના મનમાં થયું. દેદા શાહ ખરેખર સુપાત્ર માણસ છે, પરગજુ છે, પવિત્ર છે, ધર્માભિમુખ છે, પાપભીરૂ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org