________________
૨૪
દેદ શાહ
તેણે પિતે જ ઉત્પન્ન ક્યાં હોય છે અને મેળવવામાં પણ તેને જ હોય છે.'
દેદા શાહ રોકાઈ ગયે. આમે ય તેને એવી કોઈ ઉતાવળ નહેતી ..અને સાધુની સેવા કરવામાં તેને કોઈ આશા નહોતી માત્ર કરુણાવશ તેણે આ રીતે રોકાઈ જવું પસંદ કર્યું.
સૂર્યાસ્ત પહેલાં જ દેદા શાહે બંને કુટિરે વાળી ચાળીને સ્વચ્છ કરી અને સાધુના કહેવા મુજબ ચેખા ને મગની દાળ કાઢી બે હાંડલામાં તૈયાર કર્યા.
સાધુએ કહ્યું : “દેદા, આપણી કુટિર પાછળ એક નાની નદી છે...નદીને સામે કાંઠે બે-ત્રણ ખેતરવા દૂર એક નાનું ગામડું આવશે. ત્યાં આઠ દસ ઘર માલધારીઓનાં છે. ગમે તેને ઘેર જઈશ એટલે તેને દૂધ મળી જશે. કહેજે કે ઝૂંપડીવાળા બાવાજીએ મંગાવ્યું છે. તે લોકો પૈસા નથી લેતા એટલે કશું દેવું નહિ પડે.
મહારાજ, સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનો મારો નીમ છે.. એટલે જે આપ આજ્ઞા કરે તો હું વાળું પતાવીને આપના માટે દૂધ લઈ આવું દેદાએ કહ્યું.
ઓહ, ત્યારે તું જૈન છે કેમ ?' હા મહારાજ.”
“ધન્ય છે તેને...સંસારને સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ ધર્મ છે. આ ધર્મ પાળવો એ પણ મોટે પુણ્યદય ગણાય છે. સારું તું જમી લે. હું પણ જમી લઉં.”
બંનેએ દાળભાત ખાઈ લીધાં. હજી સૂર્યાસ્તને બે ઘટિકાની વાર હતી. માટીનાં વાસણો ધોઈને ઊંધા મૂકી દેદ દૂધ લેવા ચાલ્યો ગયો.
આ રીતે ચાર દિવસ પસાર થઈ ગયા. સાધુને તાવ બંધ થઈ ગયો હતો. હવે તે ઊભા થઈને કુટિરના પ્રાંગણમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org