SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સામવીશ્રી નિમલાશ્રીજી ૩૧૩ . અને છેલ્લા સપ્તાહમાં સમાચાર મળ્યા કે નાગિની દેવી પિતાની તમામ મિલકતનું દાન કરીને સાવી જીવન સ્વીકારવા તૈયાર થઈ છે. એ માટેની તિથી પણ નક્કી થઈ ગઈ હતી. દેદા શાહને વિમલશ્રી નાગિની દેવીના સર્વ ત્યાગના પ્રસંગને વધાવવા નાંદુરી તરફ રવાના થયા. મહાત્મા શ્રી. જિન ચંદ્રસુરીશ્વરજી નાંદુરીમાં પધાર્યા હતા અને તેઓશ્રીનાં વરદ હસ્તે નાગિની દેવીને દીક્ષા અપાવાની હતી. આ પ્રસંગની શોભા વધારવા દેદા શાહે ત્રણ નકારશી જમાડી અને પુષ્કળ દાન કર્યું. નાદુરીના મધ્યવિત્ત અને ગરીબ સમાજનું કોઈ પણ મકાન એવું નહોતું રહ્યું કે જ્યાં દેદા શાહ અને વિમલશ્રીએ જાતે જઈને અને વસ્ત્ર ધન વગેરે ન આપ્યું હોય. ઘણા જ ઉત્સાહ, આનંદ અને ઉલ્લાસપૂર્વક નાગિની દેવીએ સવ ત્યાગનો સહામણો સર્વશ્રેષ્ઠ છતાં કપર દેખાય તે માગ સ્વીકાર્યો તેમનું નામ પાડવામાં આવ્યું સાધ્વી નિર્મળાશ્રીજી. સંસારમાં લેવું, ભોગવવું, કેઈનું આંચકી લેવું અને ભૌતિક સુખની ભૂતાવળમાં ભમ્યા કરવું તે સહેલું છે. કોઈને સહજ પણ છે. પરંતુ પ્રાપ્ત થયેલા સુખ અને શૈભવને હસતા હદયે ત્યાગ કરો અને તે પણ કાયમ માટે તે જરાય સહજ નથી. - નાગિની દેવી એક દિવસ વૈભવનાં શિખર પર હતાં. આંખના એક જ ઈશારે તેમના ચરણમાં સમૃદ્ધિ આળોટતી. સેંકડે દાસદાસીઓ આજ્ઞા પાલન માટે તત્પર રહેતાં. ભવવનથી ક્યાંય પણ જવું હોય તો વાહન સિવાય જઈ શકાતું નહોતું. રૂપ હતું, યૌવન હતું, સંગીત હતું, નૃત્ય હતું, કલા હતી અને કીર્તિ પણ પ્રાપ્ત થઈ હતી. પરંતુ દેદા શાહના પરિચયથી તેના મનમંદિરનાં દ્વાર ખુલ્લી ગયાં. તેને આ બધાં ચંચળ સુખને અને કાયાને કચરી રહેલા ઉપભેગો કેટલા ભયંકર છે. તેને પરિચય થઈ ગયો અને જીવનની દિશાએ પલટાઈ ગઈ. Jain Education International For Private & Personal Use Only For PIN www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy