________________
૨૯૯
કરને કા કાપડિયાની ખેતી
કરી. બીજી
બાત ચાર જજે
આશીર્વાદનાં ફૂલ..!
નવાં વસ્ત્રો માટે પેથડને લઈને તેની માતા કાપડિયાની પેઢીએ ગયાં. પેથડ જાડાં વસ્ત્રો જ પસંદ કરતો હતો પરંતુ માના આગ્રહને વશ થઈ તેણે માત્ર ચાર જેડી કૌશય અને સુતરાઉ વસ્ત્રોની પસંદગી કરી. બીજી છ જેડી જાડી ખરીદી.
અને લગ્નને દસેક દિવસ બાકી રહ્યા હશે ત્યારે પાટ, પલંગ વગેરે સામગ્રીઓ આવી ગઈ. એક નવો ઓરડે પણ તૈયાર થઈ ગયો. તેમાં નવા બે મજૂસ ગોઠવી દીધા. સુવર્ણ જડિત પલંગ જોઈને પેથડ ચમકી ઊઠેલો. તે આવું કશું ઈચછતો નહોતું પરંતુ માતાપિતાની ભાવના વચ્ચે આવવું તેણે ઉચિત ન માન્યું.
નાંદુરી લઈ જવાની જાન માટેના નિમંત્રણ મોકલાવી દીધાં હોવાથી દેવગિરિ, ઉજજયની વગેરે નગરોમાંથી મહેમાને આવવા માંડયા. અને મુખ્ય જિનાલયમાં અઠ્ઠાઈ ઓચ્છવને પ્રારંભ કરવામાં આવ્યું.
એકના એક પુત્રને પરણાવવામાં માબાપની હોંશ અપૂર્વ હોય છે.
યથા સમયે લગભગ ચારસો જેટલા જાનૈયા સાથે દેદ શાહ નાંદુરી નગરી તરફ વિદાય થયા. આ પ્રસંગે રાજા-રાણ પણ બે કેસ સુધી જાનને વળાવવા આવ્યા હતા અને જાન માટે પંદર રથ, પચાસ અશ્વારોહી સૈનિકે, સાઠ જેટલા નાના મોટા તંબુઓ અને પચાસ જેટલાં ગાડાંઓ આપ્યાં હતાં. તે સિવાય રાજ તરફથી તેના મુખ્યમંત્રીની આગેવાની નીચે પાંચ સભ્યોનું એક પ્રતિનિધિમંડળ, પણ સાથે રહ્યું હતું.
ચારસો જાનૈયાઓમાં લગભગ એક દસ જેટલી સ્ત્રીઓ હતી અને દાસ દાસીએ પણ ઘણું રાખવામાં આવ્યાં હતાં.
આમ ભારે ગૌરવભરી જાન લગ્નના દિવસે સવારના પ્રથમ પ્રહરે આવી પહોંચી. નગરીના આગેવાને, શ્રેષ્ઠિઓ, કવિઓ, રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org