________________
પ્રકરણ ૨૯ મું :
: યાત્રાએ....!
ઉજજયનીને પ્રવાસ કરીને દેદ શાહ પાંચમે દિવસે નહિ પણ છેક સાતમે દિવસે આવી ગયા.
બાળક માટે સો ઘાતી, સે રેશમી ચાદર, પાંચ પીતાંબરની જેડીયો વગેરે સામગ્રી લેતા આવ્યા. સાથોસાથ ક્ષિપ્રા નદીના તટ પર એક પાગ્યશાળા બંધાવવાની અને બાજુમાં એક ભોજનશાળા તૈયાર કરવાની પણ વ્યવસ્થા કરતા આવ્યા. આ કાર્ય તેઓએ ત્યાંના મહાજનને જ સંપી દીધું. ધર્મશાળાનું નામ શ્રીનાગાર્જુન વિહાર રાખવાનું સૂચન પણ કરી દીધું અને આના ખર્ચ પેટે દસ હજાર નૈયા પણ મહાજનને અર્પણ કર્યા.
ધર્મશાળા રૂપ નાગાર્જુન વિહારની રૂપરેખા પણ તેઓએ શિલ્પશાસ્ત્રી પાસેથી સમજી લીધી. માસુ બેસે તે પહેલાં કામ શરૂ કરવાની ખાતરી પણ મળી ગઈ,
એ જ રીતે દેદા શાહને એક વિચાર આવ્યો કે જે સ્થળે યોગીરાજની કુટિર હતી તે સ્થળે કંઈક બંધાવવામાં આવે તો ઉત્તમ. પણ સાવ વનપ્રદેશ હતો. કેઈ માણસે આવે પણ કઈ રીતે ? હા અર્ધ કેસ દૂર એક નાનું ગામડું હતું. આ અંગે પત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org