________________
પરાજયમાં જય....!
૨૪૩
મળી અને નજીક આવતાં જ શેઠશેઠાણીએ તેનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું.
નાગિની બંનેને નમી પડી.
સહુ ભવનમાં ગયા. બેઠક ખંડ તે સાવ સાદો ને સુઘડ હતો. માત્ર ચારેક જાજમ પાથરી હતી અને એક તરફ ચારપાંચ ચાકળા ગોઠવ્યા હતા. સામેની ભીંત પાસે બે તકિયાવાળી એક ગાદી હતી.
નાગિની એક ચાકળા પર બેસી ગઈ એટલે તરત વિમલ બીએ કહ્યું : “ આપને ન શોભે બેન આપણે બંને ગાદી પર બેસીએ.'
ના ભાભી, એવા વિવેકની શી જરૂર છે ? હું તો નાની બહેન છું...” નાગિની વાક્ય પૂરું કરે તે પહેલાં દેદા શાહે આછા હાસ્ય સહિત કહ્યું: “બેન, આવો આગ્રહ ઘરના માણસને ન શોભે તે હું સ્વીકારું છું પણ આ વિવેક પાછળ માત્ર બહેન નથી...એક પિતાના હીન વ્યવસાયને ત્યાગ કરનારી જાજરમાન નારી છે.”
મને ન શરમાવો...મેં એ મોટો કર્યો ત્યાગ કર્યો છે?”
બેન, સંસારમાં સુખની વ્યાખ્યા ને કલ્પના વિવિધ પ્રકારની હોય છે. તારા જીવનના સુખની વ્યાખ્યા જુદી જ હતી...જે સુખ પાછળ તેં તારી તમામ આશાઓ ઊભી કરી છે...તે સુખનો ત્યાગ કરો એ શું ના સૂનો ભાગ છે ? હવે તું ને તારી ભાભી અહીં આરામથી બેસી જાય છે.”
શેઠાણીના આગ્રહની ઉપેક્ષા થઈ શકી નહિ. નાગિનીને લઈને વિમલશ્રી ગાદી પર બેસી ગઈ.
દેદ શાહ એક ચાકળે લઈ ગાદીની નજીક બિછાવીને બેસી ગયા.
અર્ધ ઘટિકા પર્યત સામાન્ય વાતો કરીને સહુ ઓસરીમાં જમવા ગયા.
દેદા શાહે નાગિની અને તેના તમામ માણસને ઓસરીમાં દળેલા પાટલા બાજઠ સામે બેસાડી દીધા. વિમલશ્રી અને દેદા શાહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org