SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નિમંત્રણને સ્વીકાર નાગિનીએ કુંદન સામે જોઈને કહ્યું : “સખી આવતી કાલે શેઠના ભજનની વ્યવસ્થા તારી દેખરેખ નીચે કરજે. તેઓ ભોજન તે લેશેને?” અમે એ અંગે કંઈ પ્રશ્ન નથી કર્યો, પરંતુ તેઓ સુર્યાસ્ત પહેલાં જમી લે છે એટલે મધ્યાહ્ન પછી મળવા આવવાના હોવાથી જમશે તો ખરા જ.” • તેમની રૂચિ અરૂચિ અંગે જાણી લીધું હોત તે સારું હતું. પણ હવે કંઈ નહિ.. કાકાને પૂછીને જૈન ધર્મને બાધક હોય તેવી વસ્તુઓ ન રંધાય તે હકીકત સમજી લેજે અને આ વિરામગૃહ અને મારું શયનગૃહ બંને તું જ શણગારજે. ગોઠવણી એવી કરજે કે એમની સાદાઈ ને ડાઘ ન લાગે અર્થાત એમનું મન ન દુભાય.. સ્વાગત માટે ઉત્તમ ફૂલની માળાઓ પણ તૈયાર રાખજે.” નાગિનીએ કહ્યું. આપ એ માટે નિશ્ચિંત રહો. હું શેઠજીને દુ:ખ ન થાય એવી જ વ્યવસ્થા કરીશ...પરંતુ...શયનગૃહ શા માટે સજાવવું જોઈએ ?” પગલી..હું આવતી કાલે જ મારા રૂપ યૌવનની પ્રતિભા દેખાડવાની છું, અને આવતી કાલની રાત શેઠજી મારા બનીને રહેશે એમ કરવા માગુ છું. મને તે અશક્ય લાગે છે. આપ પાંચ સાત વખત મળ્યા પછી કંઈક પ્રયત્ન કરશો તો ઠીક પડશે.” કુંદન, પુરુષને ઘાયલ કરવામાં દિવસે કે મહિનાઓ ન હોય. એ કાર્ય માટે તે અમુક પળે જ બસ થઈ પડે છે. તે નિશ્ચિત રહેજે. હું એવી કઈ ઊતાવળ નહિ કરું કે જેથી મારે હારવું પડે.” નાગિનીએ કહ્યું. એક પરિચારિકા વાળ માટે બોલાવવા આવી. નાગિની કુંદન સાથે નીચે ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy