SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ નાગિનીની ચિંતા.. ૨૦૫ નાગિની દેવી નામની બાઈ મને ને આપને મળવા આવી હતી. આપ તે હતા નહિ. એટલે મેં તેનો સત્કાર કર્યો અને જતી વખતે આપણને બંનેને પિતાને ત્યાં જમવા આવવાનું કહી ગઈ છે.” • નાગિની દેવી ?” હા..મેં તેનું નામ પૂછયું હતું. પણ કોણ છે તેવું પૂછતાં સંકેચ થયે હતે. આમ દેખાવ પરથી તે કઈ રજવાડાની રાણી લાગતી હતી. તેની કાયા પણ ઉત્તમ અલંકારથી મઢેલી હતી. બલવામાં વિવેકી ને મધુર દેખાઈ “કોણ હશે ? હું તે કઈ નાગિની દેવીને ઓળખતો નથી, અરે હા...રાજભવનની કે ઈ...ઓહ, યાદ આવ્યું. નાંદુરી નગરીમાં નાગિની દેવી એક પ્રખ્યાત ગણિકા રહે છે. તે પોતાના પ્રથમ યૌવનમાં આપણું રાજાની પ્રિયતમા પણ બની હતી. વંશગૌરવના ભયથી કે પછી ગમે તે કારણે રાજા તેમાંથી છૂટયો હતો. પણ નાગિની દેવી તે ધનવાન છે અને અહીં શા માટે આવે ? કદાચ બીજી કે નાગિની દેવી હશે...” “આપે નાગિની દેવીને કોઈ દિવસ જોઈ છે?” અરેરે.... પર નારીને કે ગણિકાને જોવાનું પાપ હું શા માટે કરું મેં તે તેને કદી જોઈ નથી આ તે સાંભળી વાત યાદ આવી દેદા શાહે કહ્યું. તે પછી કઈ નાગિની દેવી હશે તે પિતાના કેઈ કામ અંગે અહીં આવ્યાનું કહેતી હતી અને આપના અને મારા દર્શન કરવા આવી હતી. તે આપને માલવદેશના એક મહાપુરુષ માનતી હતી. વિમલશ્રીએ કહ્યું. “હશે કોઈ નારી! જો જરા પેઢીએ જઈ આવું. સૂર્યાસ્તને હજી ઘણી વાર છે.” કહી દેદા શેઠ પાટ પરથી ઊભા થયા. વિમલશ્રીએ કહ્યું : “અત્યારે થાક્યા પાકયા ન જાઓ તે...” દી' આથમે મુનીમ ને વાણોતર તે આવશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy