________________
મધુર મિલન
કેવળ અલંકાર ને ધનની જ ભૂખી હોય છે? ના. ના... ના... નારી કેવળ પ્રેમ અને સમર્પણની જ ઝંખના રાખતી હોય છે. આપની પરિસ્થિતિ અંગે મેં સગપણ વખતે જ સાંભળ્યું હતું અહીં પણું માસીબાએ મને સમજ પાડી. એથી મારું મન જરાય કુંઠિત નથી બન્યું. ધન, સંપત્તિ, વૈભવનાં સાધને કે એવાં બધાં સુખ પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે. ને પાદિયથી નષ્ટ થાય છે. પૂર્વ કર્મના ફળરૂપે પ્રાપ્ત થયેલી સ્થિતિને હસતાં હસતાં પચાવી લેવી એજ સ્ત્રી પુરુષની શોભા છે. શક્તિ છે અને એ જ કર્તવ્ય છે. આપ જેવા સ્વસ્થ, સુંદર અને ધર્મ પ્રાણ પતિની પ્રાપ્તિ થવી એજ મારા માટે મહાન ગૌરવની વાત છે.
પત્નીનાં તેજસ્વી અને નિર્મળ નયન સામે દેદ આશ્ચર્યચકિત નજરે જોઈ રહ્યો.
વિમલથી પણ નીચી નજરે જોતી ઊભી રહી.
આ ઓરડામાં કંઈ પલંગ બિછાવ્યો નહતો. સુગંધી ફૂલેની સૌરભ રમતી નહોતી, નરનારના પ્રાણુમાં ઉન્મત ભાવ પ્રગટાવે એવાં કેઈ ઉપચાર સાધને પડ્યાં નહોતાં. માત્ર બે નાનાં નાનાં ગાદલાં બાજુબાજુમાં માસીબાએ જાન આવે તે પહેલાં પાથરી રાખ્યાં હતાં.
જૈન વણિકનું સાદુ અને અછતના અવતાર જેવું ઘર હતું. સૂર્યાસ્ત પછી દેદ દૂધ જળ, અન્ન કે કશું લેતે નહોતો. વિમલશ્રી ચાવિયાર કરતી હશે એવી દેદને ખબર નહોતી. તે બો૯યોઃ “વિમલ, તારા માટે દૂધનું પાત્ર રાખતાં માસીબા ભૂલી ગયા લાગે છે.”
મારે તે ચોવિયાર હોય છે. ' “ વાહ, વાહ !” કહી દેદે પત્નીના ખભા પર હાથ મૂક્યો. વિમલશ્રી, સ્વામીને વળગી પડી.
દેદે કહ્યું : “વિમલશ્રી, આપણા પાસે ધન સંપત્તિ અને રત્ન કરતાં ય એક મહાન વસ્તુ છે જે તું ઈછે તે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org