________________
૧૯o
દેદા શાહ નબળાઈ બતાવનાર છે. આ વિચાર આવતાં જ તે ઊભા થયા અને બોલ્યા: “શેઠિયાઓ, હું એક સેવક છું. બેચાર દિવસથી આપને અતિથિ બન્યો છું. સ્વાભાવિક આપની ચર્ચામાં મને રસ પડ્યો અને હું પણ એક સ્વામી ભાઈ હોવાથી આપની સાથે કંઈક વાત કરવા પ્રેરાયો છું. આ ગામને શ્રીસંઘ સામાન્ય નથી, સમૃદ્ધ અને ભાગ્યવંત છે, એ ધારે તો આ ઉપાશ્રયને વિરાટ બનાવી શકે છે. ગઈ કાલે મેં આ ઉપાશ્રય બરાબર જોયા છે. સાવ જીર્ણ બની ગયો છે અને તેના પર થાગડ થીગડ કરવામાં આવે તે પણ તેની આવરદા વધી શકે એમ નથી. હું આ૫ શ્રીસંઘ સમક્ષ એક પ્રાર્થના કરું છું કે આ ઉપાશ્રયનું વિરાટ રૂપ બનાવવાની મને આજ્ઞા આપો. અને એક પણાને પુણ્યને લાભ આપવાની કૃપા કરો. હું આ ઉપાશ્રયના નિર્માણમાં જે કંઈ ખર્ચ થશે તે હર્ષપૂર્વક આપવા તૈયાર છું ” આટલું કહીને દેદા શાહ પિતાના સ્થાને બેસી ગયા.
સમગ્ર શ્રીસંઘના આગેવાને વિચારમાં પડી ગયા. કેટલાકના મનમાં થયું કે આ તક શાસનદેવે સામે ચાલીને આપી છે તો વધાવી લેવી. કેટલાંકને એમ પણ થયું કે આવી માગણી સ્વીકારવાથી સંઘની આબરૂ શું રહે? અને એક અજાણ્યા માનવીને વિશ્વાસુ પણ કેમ કરી શકાય...”
આમ વિવિધ પ્રશ્નો ને વિચારો વચ્ચે સંઘના આગેવાને ગંભીર બની ગયા હતા. એક માણસે નગરશેઠ સામે જોઈને કહ્યું, “શેઠજી, આપ જ માર્ગદર્શન આપો તે વધારે ઈષ્ટ છે.”
આપ સર્વના વિચારે જાણ્યા વગર હું શું માર્ગદર્શન આપું ?” નગરશેઠે કહ્યું.
તરત પેલા વૃદ્ધ આગેવાન ઊભા થયા અને બેલ્યાઃ “ જુઓ ભાઈઓ, જે અજાણ્યા શ્રાવકે આપણી સામે પોતાની ભાવના વ્યક્ત કરી છે તે ઉત્તમ હોવા છતાં મારે કહેવું જોઈએ કે વ્યક્તિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org