________________
રાજાને ભાવ...
૧૦૫ તે બરાબર નથી. એથી અમને બંનેને જરા દુઃખ પણ થયું. મારું અનુમાન છે કે આપે કેઈ ઉત્તમ વેદની સલાહ નહિ લીધી
હાય.’
“ ના મહારાજ, અમે તો એ અંગે સાવ નિશ્ચિત છીએ. કઈ વૈદની સલાહ લેવાને વિચાર પણ અમને આવ્યું નથી.”
“તો પછી આપ બંને માણસોએ યોગ્ય ચિકિત્સા કરાવવી જોઈએ. અમારા વવૃદ્ધ રાજૌદ ભારે વિદ્વાન અનુભવી અને આવા દરદોમાં અતિ નિષ્ણુત છે હું રાજદને તમારા ભવન પર મોકલીશ...બરાબર છે ને?” મહારાજાએ દેદા શાહ સામે નજર કરી
દેદા શાહ નીચું જોઈને મૌન ભાવે બેસી રહ્યા. તેમના મનમાં એમ હતું કે ધન, સંતાન કે એવા ભૌતિક સુખની પ્રાપ્તિ પાછળ પ્રારબ્ધ મુખ્ય હેય છે અને પુસ્વાર્થ ગૌણ હોય છે. વળી કેવળ સંતાન માટે ઉપચારને આશ્રય લે તે પણ બરાબર નથી અને મહારાજાએ નિખાલસ ભાવે વૈદરાજને મળવાનું કહ્યું છે, એમની વાતને પાછી ઠેલવી પણ તે બરાબર નથી.”
દેદા શાહને વિચારમગ્ન જોઈને મહારાજાએ પ્રશ્ન કર્યો : “કેમ શેઠજી શું વિચાર કરો છો?”
“કૃપાનાથ, ભાગ્ય માટે ફાંફાં મારવા તે રાખમાં લીંપણ જેવું જ હોય છે પરંતુ આપની ભાવનાને સત્કારવી તે મારું કર્તવ્ય છે. એટલે હું મારાં પત્નીને પૂછીને આજ રાતે અથવા કાલે સવારે મારા માણસ સાથે કહેવરાવીશ અથવા હું જાતે આવીને કહી જઈશ.' દેદ શાહે કહ્યું.
મહારાણીએ તરત પ્રશ્ન કર્યો. “ શેઠાણીજી શું આવવાનો ઈન્કાર કરે એવી આપને દહેશત જેવું કંઈ લાગે છે ? ”
ને મહાદેવી, હું પરમ દિવસનું આપને કહ્યું અને તે પૌષધ લઈને ઉપાશ્રયમાં બેઠા હોય તો શું થાય? એટલે હું નક્કી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org