________________
ભાવહ શાહ
વગેરે સઘળી વાત મિત્રને કહી અને છેવટે કહ્યું : મારી વાતમાં જે હર્ષ જેવું કંઈ પણ હોય તે તારી ભાભીએ મને સાથ આપીને જે પ્રેરણું પાઈ છે તે જ છે. આજ અમારી પાસે પહેલાની જાહોજલાલીનું કોઈ ચિહ્ન ન હોવા છતાં અમે બંને જરાય દુઃખી નથી મને સંતોષ તે એ વાતને છે કે મારી સાત પેઢીની આબરૂ હું જાળવી શકશે છું .મારા સામે કોઈ આંગળી ચી છે એવું રાખ્યું જ નથી અને આજે પણ મારા પગ ઉપર ઊભા રહીને, જે કંઈ બને તે કરું છું. કોઈ પ્રકારનું દુઃખ નથી, કઈ પ્રકારનો અસંતોષ નથી કે કોઈ પ્રકારની તૃષ્ણા નથી.”
ભાવડની વાત સાંભળીને નારાયણ ઘડીભર સ્તબ્ધ બની ગયે....ત્યાર પછી બોલ્યા, “ભાવડ, તારી નિષ્ઠા પ્રત્યે મારું મસ્તક ઝૂકી પડે છે....પણ દોસ્ત, આ બધા દુઃખને અંત આવે એ એક ઉપાય મારી પાસે સરસ છે....!” ' હસીને ભાડે કહ્યું: “નારાયણ, જ્યાં દુઃખ જ નથી ત્યાં દુઃખનો અંત કેવી રીતે લાવ? પાપનો ઉદય પુરો થશે ત્યારે આપોઆપ બધું થાળે પડી જશે અને કદાચ પૂર્વકર્મનું ફળ વધારે ભેગવવાનું રહેતું હશે તે મને એને ચે કાંઈ ભય નથી.”
પણ તું મારો ઉપાય તો સાંભળ...હું મંત્રશાસ્ત્રને આચાર્ય બન્યું છું. એક વાર તું અમનું તપ કરીને મહાલક્ષ્મીના મંત્રની આરાધના કરી જે.”
“પછી શું થશે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org