________________
નારાયણ !
૭૯
નારાયણે ભાગ્યવતી સામે બે હાથ જોડીને કહ્યું : “નમસ્તે ભાભી...”
ભાગ્યવતીએ પણ બે હાથ જોડી મસ્તક નમાવ્યું.
બંને મિત્રો ખાટલા પર બેઠા. ભાગ્યવતી ચાકળા પર બેસી ગઈ. નારાયણનો હાથ પકડીને ભાવડે પૂછ્યું : “નારાયણ, હવે મને તારા કાશીવાસની વિગતથી વાત કહે.”
મારા કાશીવાસની વાતમાં બીજુ કંઈ નથી... જે મને તારી પ્રેરણા ન મળી હોત તો હું અધેથી જ પાછો આવત પણ તારી પ્રેરણાએ મને પાંચ મડિનામાં કાશીએ પહોંચાડી દીધો. પિતાજીએ જે કઈ જ્ઞાન આપ્યું હતું તે મારા માટે આશિર્વાદ રૂપ થઈ પડયું અને મહાપંડિત આચાર્ય ઈદ્રભૂષણુની પાઠશાળામાં મને સ્થાન મળી ગયું...”
ભોજન વગેરે માટે ?”
“પાઠશાળાના નિયમ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ ભીક્ષા માટે નીકળી જતા અને અમને લેટ, દાળ, ઘી, ચોખા વગેરે સામગ્રી મળી જતી પણ એ પાઠશાળાને એક નિયમ ઘણે જ ઉત્તમ હતો. ચોથા પ્રહરે જાગવું...શૌચવ્યાયામથી નિવૃત્ત થઈ ગંગામાં નહાવા જવું .. દિવસના એક પ્રહર સુધી અભ્યાસ ચાલતો. પછી પાઠશાળામાં જવું પડતું. ત્યાર પછી ઘડિક આરામ લેવાનો રહેતો અને દિવસના ત્રીજા પ્રહર પછી તરત અભ્યાસ શરૂ થત, સંધ્યા વખતે પુનઃ સ્નાન અને નિત્યકર્મ...રાત્રિને પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org