________________
ભાવડ શા હું
વિધિપૂર્વક ભગવાનને જુહારીને ભાવડ ને તેની પત્ની સ્નાનાર્થે ગયાં.
આ સમયે ભગવાનની પૂજાની બેલી બોલાતી નહોતી. જૈનોને પોતાનું તીર્થ જાળવી રાખવાની પુરતી કાળજી હતી. યાત્રિકે આવતા અને દેવદ્રવ્યમાં અઢળક દ્રવ્ય આપી જતા. લોકહૃદયમાં ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા હતી. લોકો પ્રાણ કરતાં, સર્વસંપત્તિ કરતાં ધર્મને વધારે ઉત્તમ માનતાં હતાં.
ભાવડ અને ભાગ્યવતી સ્નાનાદિથી નિવૃત્ત થઈ. પૂજાનાં વસ્ત્રો ધારણ કરી શ્રીજિનપૂજનમાં તન્મય બની ગયાં....શ્રી નેમિનાથ ભગવતની ભાવપૂર્વક અંગ પૂજા કરીને બંને પ્રત્યેક જિન પ્રતિમાઓની પૂજામાં પરોવાયાં.
રાઘવ તે મંદિરના એટલે જ બેસી રહ્યો.......અને મંદિરની ભવ્યતા, કારિગિરી, કોતરકામ, ચિત્રપટ વગેરે જોવામાં તદાકાર બની ગયો. કારણ કે તેને માટે આ બધું નવું હતું.
બીજા ત્રણ દહેરાસરે હતાં. ત્યાં પણ બંનેએ શ્રી જિન પૂજન કર્યું.
અને જ્યારે ત્રણે ધર્મશાળામાં પાછા આવ્યા ત્યારે દિવસને ચેાથે પ્રહર શરૂ થઈ ગયો હતો.
આજથી સાત દિવસ સુધી સુરજ બેનની ભાતી હતી...ભાતીની પ્રસાદી ત્રણે લીધી...રસોયણ બાઈએ રસોઈ કરી રાખી હતી.
બીજે દિવસે પણ ભાવડ ને ભાગ્યવતી યથા સમયે દાદાના દરબારમાં પહોંચી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org