________________
૪૦
ભાવડ શાહ
એથી ગૌરવ પણ જળવાશે નહિં આથી તેણે થાળે પડયા પછી આવીશ એમ કહેવરાવ્યું.
ભાવડને સાથે બે ત્રણ વાર બહેન પાસે આવી ગ હતો.પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે સહાયક થઈને ઊભું રહે.
એક દિવસે ભાવડે પત્નીને કહ્યું : “આમ તો આપણે સાવ ખાલી થઈ ગયા છીએ. નાને એ ધંધો શરૂ કરવાને વિચાર કર્યો છે...પણ એ પહેલાં જે તારી ઈચ્છા હોય તે આસપાસનાં તીર્થસ્થાનમાં યાત્રા કરી આવીએ. જે તને હરકત ન હોય તો ગીરનારજી જઈ આવીએ. લગ્ન પછી આપણે યાત્રા કરી શકયા નથી.”
“મારી ના નથી. પણ યાત્રાએ જશુ કેવી રીતે? મારી પાસે તમારી દીધેલી પચીસ મુદ્રાઓ પડી છે.”
એ તે ઘણી થઈ પડશે, તીર્થ દર્શનથી આપણા મન પ્રફુલ્લ બનશે અને પૂર્વ કર્મના ફળ ભોગવવાનું બળ પણ પ્રાપ્ત થશે.”
પછી આવીને શું કરવું ? ” પત્નીએ પ્રશ્ન કર્યો. કાંક વગર મુડીએ ચાલે એ ઘધે શરૂ કરીશ.”
આવા દુઃખમાં પણ પત્ની હસી પડી અને બોલી: “વગર મુડીનો ધંધે ?”
“જે...જે હાથે દાન કર્યું છે, જે હાથે આપી છૂટવામાં કર્તવ્ય માનું છું, તે હાથ કોઈ પાસે યાચના કરવા લાંબે તો નહીં થઈ શકે અને હજી હું કાંઈ ભાંગી ગ નથી. કર્મરાજાએ ભલે બધું છીનવી લીધું...પણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org