________________
૩૪૩
વાદળ વિખરાયાં! કહ્યું “ભાગુ, આજ આપણા કારભારી મંગળચંદે પણ મને કહ્યું હતું કે આપે કઈ કુશળ વૈદ પાસે પરીક્ષા કરાવી. મેં એને કહ્યું હતું. મંગળ, અમારા બંનેમાં કોઈ દેષ નથી...કર્મનું વાદળ એના સમયે દૂર થશે... અને કદાચ દૂર ન થાય તે અમે બંને સાવ નિશ્ચિત છીએ.”
ભાગ્યવતી સ્વામીના અંતરમાં રમતા પ્રેમભાવને નિહાળી રહી.
બીજા છ મહિના વીતી ગયા. સાથે સાથે કર્મના વાદળ પણ વિખરાયાં. ભાગ્યવતી ચાલીસમાં વર્ષે સગર્ભા થઈ. તેને પાંચ મહિને બેઠે એટલે ભાવડે ભાગ્યવતીની માતાને લાવ્યાં અને પોતાની બહેનને તેડાવી.
બહેન પિતાના બંને પુત્રો સાથે પોતાના સ્વામીને લઈને આવી પહોંચી.
ભાગ્યવતીનાં સાઠ વર્ષનાં માં પણ આવી પહોંચ્યાં.
અને સગર્ભાવસ્થાનો કાળ પુરો થતાં ભાગ્યવતીએ શ્રેષ્ઠ, સુંદર અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો.
ભાવડશાએ સમગ્ર નગરીમાં મીઠાઈ વહેંચી ચાચકને દાન આપ્યું...
યતિદાદાનું ભાવથી સ્મરણ કર્યું. નામકરણ વિધિ વખતે ભાવડશેઠે નગરીને જમાડી.
નારાયણ પંડિતના વરદ્ હસ્તે નામકરણ વિધિ થશે અને સુરજે બાળકનું નામ પાડ્યું જાવડકુમાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org