________________
રાજપદ
૩૩૧
આશિર્વાદ પ્રાપ્ત થયા. ભાવડ શેઠે એક નાની હાટડી માંડી. જે આજ પણ છે. તેઓએ એક “લખી” નામની ઘોડી લીધી. તેને ઉત્તમ વછેરે આવ્યા. ભાવડ શેઠે તેનું નામ તેજબળ રાયું અને એ અશ્વને જાતે તાલિમ આપી. તેજબળની તપનરાજે માગણી કરી...ભાવડશેઠે રાજાની માગણી સ્વીકારી અને તપનરાજે સવાલાખ સેનૈયા અર્પણ કર્યા. આથી ભાવડ શેઠની પરિસ્થિતિનું પરિવર્તન શરૂ થયું... પણ તેમણે એ ધન વેપારમાં ન રેકતાં ઉત્તમ જાતિના અશ્વો નિર્માણ કરવામાં રોકયું. ધીરેધીરે તેઓએ એકરંગી એકસે એકાવન અો તૈયાર કર્યા...જે તેઓએ ઘણું જ ભાવપૂર્વક સમ્રાટના ચરણ કમળમાં કેઈપણ પ્રકારની આશા રાખ્યા વગર સમર્પિત કર્યા. તે સિવાય લખીને શાહ નામને બીજે અશ્વ જે અત્યુત્તમ છે તે રાજરાજેશ્વરને ભેટ કર્યો. આમ જેની લાખ લાખ સુવર્ણ મુદ્દાઓની કિંમત પણ ઓછી લાગે એવા એક બાવન અશ્વો કોઈપણ પ્રકારની આશા રાખ્યા વગર અર્પણ કરનારા ભાવડ શાહની સાધના અને ભાવનાનું બહુમાન કરવા રાજરાજેશ્વર આજ રાજસભા સમક્ષ પોતાને ઉરભાવ વ્યક્ત કરશે.”
આટલું કહીને મહામંત્રી પિતાના આસન પર બેસી ગયા.
મહારાજ વીરવિક્રમાદિત્ય પંચદંડવાળા સિંહાસન પરથી ઊભા થયા, જરા આગળ આવીને બોલ્યાઃ “મારા પ્રિય પ્રજાજને, સવૈશિલની સંપત્તિવાળા પ્રમાણિક અને સાધક પુરુષોની ભાવનાને સત્કાર કરે એ રાજાને ધર્મ છે. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org