________________
૨૮૨
ભાવડ શાહ
હતો અને બીજે દિવસે સૂર્યોદય વખતે જ ભાવડના ઘેર પહોંચી ગો હતો.
ભાવડ ભાગ્યવતી અને સુરજ શ્રી જિન પૂજા અર્થે દહેરાસર ગયાં હતાં. ઘેર નેકરો હતા. તેઓએ રથમાંને સરસામાન લઈ લીધો.અશ્વો પણ છોડીને બાંધી દીધા. અને
ચાલકે રથને શેરીમાં જ એક તરફ રાખી છે. કારણ કે ડેલીમાંથી રથ ફળીમાં આવી શકે તેમ નહોતો.
મલકચંદ માટે ભાવડનું ઘર પરાયું નહતું...તેણે દાતણ કરી લીધું. નહાવાનું પાણું કામવાળીએ કાઢી, આપ્યું એટલે નાહી, પૂજાનાં કપડાં પહેરી તે જિનમંદિરે જવા ડેલી બહાર નીકળ્યો. ત્યાં જ ભાવડ, ભાગ્યવતી ને સુરજ આવતાં દેખાયાં.
ભાવડે ઉલ્લાસપૂર્વક કહ્યું : “કયારે આવ્યા?”
થેડી જ વાર થઈ નાહીને તૈયાર થયે એટલી જ વાર લાગી. ”
વૈદ બાપાની દવાએ કામ સારું કર્યું લાગે છે...ખરેખર શેઠ, કાયાને રંગ આપે પલટાઈ ગયો છે...”
નહિ મને પણ ઘણું જ સારું લાગે છે. થાકનું તે નામ નિશાન નથી રહ્યું.”
સુરજ આછી લાજ કાઢીને ત્રાંસી નજરે સ્વામી સામે જોઈ રહી હતી. ભાઈને ઘેર ત્રણ મહિના ને દસ દિવસ થઈ ગયા હતા અને સુરજની કાયા વધારે સહામણી, સ્વસ્થ અને પ્રફુલ્લ હતી.
મલકચંદ પૂજા કરવા ચાલતો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org