________________
२७१
ભાવડ શાહ
રીતે વાપરજે. તારા ભાઈનું જીવન જોયા પછી મારી આંખ ખુલી ગઈ છે.”
પરણ્યા પછી આટલા વરસે આ પ્રમાણે પતિ તરફથી સુવર્ણમુદ્રાની ભેટ મળી હતી. સુરજનું હૃદય ભારે હર્ષિત બની ગયું.
- દિવસ જતાં વાર નથી લાગતી. દોઢ મહિને વાત વાતમાં વીતી ગ મલકચંદ પાછો આવ્યો અને બીજી ઔષધી લઈને ગયો.
મલકચંદે પોતાની માતાને સઘળી વાત નહોતી કરી. માત્ર દવા કરવાનું જણાવ્યું હતું. મલકચંદની માના મનમાં એમ હતું કે એકાદ મહિને વહુ પાછી આવશે પણ દોઢ મહિને મલકચંદ પાછો ગયો ત્યારે માને થયું કે હવે તે વહુને તેડીને જ આવશે પણ મલુકચંદ એક પાછો આવ્યો ત્યારે માથી રહેવાયું નહિ. તેણે કહ્યું: “ કેમ મલુકચંદ, વહુને શુ પિયરમાં જ રાખવી છે?”
“એવું તમને કેણે કહ્યું?”
તો પછી તું એકલે પાછો કેમ આવ્યો ? ”
“મા, આ મૂળજીબાપાનો પ્રયોગ ચાલે છે, હજી દોઢ મહિના સુધી એને ત્યાં દવા કરવી પડે તેમ છે ને મારે અહીં કરવાની છે.”
હજી દેઢ મહિનો થશે !”
“ હા મા, પાંચ પંદર દિ વધારે સમજવા પણ ઓછા નહિં.”
પણ દિકરા હવે મારાં હાડ ધાર્યું કામ આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org