________________
૨૬૨
ભાવડ શાહ
સેનૈયા નહોતો આપી શકતે ?” મલકચંદે યશ લેવા ખાતર આ વાત કહી.
ભાવડે હસતાં હસતાં કહ્યું : “આ બધી ચર્ચા આપણે નીરાતે કરશું. પહેલાં તમે પ્રાતઃ કાર્ય આપી .. અરે ભાગુ, ગરમ પાણીની વ્યવસ્થા કરી નાખજે. અને બેનને દાતણ વગેરે આપ... પછી બધા સાથે બેસીને શિરામણ કરીશું. હું જરા બહાર જઈ આવું.”
ભાવડ માથે પાઘડી ને ખભે ખેસ નાખીને તૈયાર થશે. ઘરકામ કરનારી બાઈએ બે કળશ્યમાં પાણી ભરીને બહારનાં એાટે મૂક્યા...દાતણ આપ્યાં.
ભાવડ મીઠાઈ લેવા બહાર ગયે.
બંને સ્નાનાદિથી નિવૃત્ત થઈને વસ્ત્રો બદલી રહ્યાં હતાં ત્યાં ભાવડ મીઠાઈને શાકભાજી વગેરે લઈને આવી ગયો.
ભાગ્યવતી અને સુરજ ઓરડામાં શિરામણ કરવા બેઠાં.
ભાવડ મલકચંદ ઓસરીમાં બેઠા. શિરામણ કરતા કરતાં મલકચંદે પ્રશ્ન કર્યો : “હવે કેમ ચાલે છે?”
“સારું ચાલે છે. મારા જેગું મને મળી રહે છે.”
“મેં તો સાંભળ્યું હતું કે આપે કાપડની ફેરી કરવા માંડી હતી.”
હા. વાણીયાના દિકરાને સુગ્ય ધંધે કરવામાં શી ખોટ ? અને જ્યારે પાપકર્મનો ઉદયકાળ ચાલતો હોય ત્યારે માનવીએ દૌર્ય પૂર્વક રહેવું જોઈએ. આપ તે. મારા અંગત અને વડિલ છે જરૂરિયાત વખતે આપની પાસે ન આવું તે કોની પાસે જઉં ? પરંતુ પડતી વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org