________________
२१०
ભાવડ શાહ છે.તારું સ્વપ્ન જરૂર ફળશે. અને મેં તને એક વચન તો આપ્યું જ કે જે દિવસે મારે જરૂર પડશે તે દિવસે હું તારા સિવાય કોઈ સમક્ષ સહાય માટે હાથ લાંબો નહિં કરું.” ભાવડે કહ્યું.
બીજી કેટલીક વાતો કરીને ભાવડ વિદાય થશે.
બીજે દિવસે સવારે ભાવડ ને ભાગ્યવતી શ્રી જિન પૂજન કરીને ઘેર આવ્યાં.બંનેએ નવકારશીનું પચ્ચખાણ પાળ્યું...ભાગ્યવતીએ દૂધ અને ખાખરા કાઢયા.....
એ જ વખતે ડેલી બહાર કઈ ગાડું ઊભું રહ્યાન આભાસ આવ્યો....
અને ભાવડ તથા ભાગ્યવતીના કાન પર ચિરપરિચિત સ્વર સંભળા: “ભાઈ.”
ભાવડ બેલી ઊઠે: “અરે બહેનતું એકાએક...” ત્યાં તે મલકચંદે પણ ડેલીમાં પગ મૂકો. ભાવડના વદન પર પ્રસન્નતા નાચી ઉઠી.... ભાગ્યવતી ઉઠીને નણંદના સત્કાર માટે સામે ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org