________________
બહેન આવી...!
૨૫૫ ભરાવેલ દુકાનની ચાવીને ઝુમખે પણ મજુસમાં મૂકે. ત્યાર પછી તેણે બુમ મારી “સાં મળ્યું?”
સુરજ ઊઠીને ઓરડામાં ગઈ મલકચંદે કહ્યું “બે દી પછી આપણે વલભીપુર જાવું છે.”
“ યાત્રા નિમિતે?”
જાતરા કરવાને કયાં સમે મળે છે? તારી તબિયત દેખાડવા જવું છે.”
“મને કયાં કઈ રોગ હતો ?”
બે વાર બાળકે મરી ગયા ને તું પાંત્રીસ વરસની થઈ ગઈ.... મનસુખકાકા બે દિવસથી વાંસે પડયા છે. તેઓ કહે છે કે કાંપિલ્યપુરમાં ઉત્તમ શૈદ છે...મેં કહ્યું કે ત્યાં તો મારે જવું નથી. એટલે તેમણે મને વલભીપુરનો આગ્રહ કર્યો. તારી તબિયત વૈદને બતાવવી છે... ભેગી મારી તબિયત પણ બતાવવી છે.”
એ કરતાં કાંપિલ્યપુર જઈએ તે વધારે ઉત્તમ છે. ત્યાંના વૈદરાજ બહુ જ પ્રસિધ્ધ છે ને મારા ભાઈના જાણીતા છે. વળી હું નવ વરસથી પિયર ગઈ નથી એટલે આ બહાને થોડા દિવસ ત્યાં રહી પણ શકાશે. ” સુરજે કહ્યું.
વૈદ સારો છે ઈ તો મેં પણ સાંભળ્યું છે પણ તારા ભાઈની સ્થિતિ સામે ય આપણે જેવું જોઈએ. એકતો માંડ માંડ પોતાનું પુરું કરતાં હોય ત્યાં આપણે જવું તે બરાબર ન કહેવાય.”
એની ચિંતા આપ શા માટે કરે છે? સાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org