________________
२४॥
ભાવડ શાહ ભાવડશેઠે ખરીદેલી ઘોડીની વાત ચારે તરફ ચર્ચાઈ રહી હતી. આ સાંભળીને નિરંજન, ધર્મદાસ અને ધર્મદાસને એક મિત્ર ભાવડના ઘેર આવી પહોંચ્યા હતા. ભાવડ જ્યારે ડેલીમાં દાખલ થયા ત્યારે ત્રણેય ઘેડી જેવા એકઢાળીયામાં ગયા હતા. નિરજનના હાથમાં એક દી પણ હતો.
ભાવડને ડેલીમાં દાખલ થયેલ જોતાં જ નિરંજન એકઢાળીયામાંથી બુમ પાડી.
ભાવડ તે તરફ વળે.
એકઢાળીયામાં ગયે ત્યારે ધર્મદાસે કહ્યું: “ભાવડ, ઘડી ઘણી પાણીદાર લાગે છે.... પણ મેં તો સાવ નવી વાત સાંભળી હતી.”
ભાવડ પ્રશ્ન ભરી નજરે ધર્મદાસ સામે જોઈ રહ્યો.
ધર્મદાસે કહ્યું: “લોકો કહે છે કે આ ઘડી તે સે સુવર્ણ મુદ્રાએ આપી ખરીદી!”
ઈ સાચી વાત છે.... જે પરદેશીએ પાંચ સુવર્ણમુદ્રાઓ માગી હેત તો પણ હું ખરીદી લેત. આવી શુભ લક્ષણવાળી ઘેડી લાખે એકાદ હોય છે.”
ભાઈ, ઈ તે મને કાંઈ ખબર પડે.. અશ્વશાસ્ત્રનો તું નિષ્ણાત છે એટલે તે સમજી વિચારીને જ કર્યું હશે...ખરેખર ઘડીને જોતાં જ આંખ ઠરે છે !” ધર્મદાસે કહ્યું,
નિરંજને કહ્યું: “મે તો એવું સાંભળ્યું કે પરદેશીએ જે માગ્યું તે તે આપી દીધું. લોકો કહે છે કે બે સોનૈયામાં મળે એવી ઘડીના સો સોયા આપી દીધા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org