________________
૧૭
હાટડી માંડી!
આજ શિવદાદા ભાવડનો પાટો કાઢી નાખવાના હતા. તેઓ દિવસના પ્રથમ પ્રહર પછી આવવાના હતા. નારાયણ, તેની પત્ની, ધર્મદાસ, ગંગામા અને તેને દીકરો આવી પહોંચ્યાં હતાં. ધર્મદાસના કારણે ભાગ્યવતી અને દમયંતી અંદર એારડામાં બેઠાં હતાં.
યથા સમયે શિવુદાદા આવી પહોંચ્યા. સહુએ ઊભા થઈને પ્રણામ કર્યા. ધર્મદાસને જોતાં જ શિવદાદા બોલી ઉઠયાઃ “કેણ નગરશેઠ ? લાંબો પ્રવાસ ખેડીને હેમખેમ આવી ગયાના સમાચાર મેં સાંભળ્યા હતા. બધા કુશળ - છે ને ?”
હા દાદા, મારા મિત્રને કેમ છે?”
“એનું બધું દુઃખ પતી ગયું. ધમી માણસને જ કસોટીએ ચડવું પડે છે. બીજા હરેરી જાય ને ધમી પાર ઉતરે. ભાવડશેઠ માથે બેઠેલી સાડાસાતી પનોતીનો હવે અંત આવી ગયે...એના પગ ઉપરને છેલ્લે ઘા હતો. પણ ધમે ભાવડશેઠને બચાવી લીધા.” કહી શિવુદાદા ભાવડના ખાટલા પર બેઠા અને ભાવડ સામે જોઈને
લ્યાઃ “શેઠીયા, ઘરમાં ખાટ નખાય એવું છે કે નહિ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org