________________
૨૧૬
ભવડ શાહ : “કીતિ, તું તે જાણે છે કે ભાવડ મારે ખાસ મિત્ર છે.એની મુશ્કેલી વખતે તું ન ગો એ બરાબર ન કહેવાય. સુખમાં સાથે બેસી મેજ ઉડાવીએ અને દુઃખમાં પડખે પણ ન ઊભા રહીએ તે આપણું માટે શેભાસ્પદ ન ગણાય.”
મેટાભાઈ ભાવડશેઠ ભારે અટકી અને અણનમ રહ્યા છે. તેમણે કદી કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી... ઉધાર પણ માગ્યું નથી. પ્રારંભમાં મેં આપણા મુનિમ મારફત જોઈએ તેટલે માલ લઈ જવાનું કહેવરાવ્યું હતું. પણ ભાવડશેઠે પોતાને કઈ વસ્તુની જરૂર નથી. એમ જણાવેલ
“સાચે મરદ! ભલે એને ગરીબાઈ આવી પણ આબરૂને આંચ આવવા નથી દીધી....એટલું જ નહિ પણ કોઈને હાથ માથા પર નથી મૂકવા દીધા. હું એના સ્વભાવને બરાબર જાણું છું....આમ છતાં તું કર્તવ્ય બજાવી શક્ય નથી એ એક હકીકત છે.”
કીતિ ધરતી સામે જોઈને બેસી રહ્યો.
ધર્મદાસ નગરીમાં આવી ગયાના સમાચાર ભાવડને પણ મળી ગયા હતા. તે પણ તેની સ્થિતિ જાણવા આતુર હતે... પણ શું થાય? પિતે અત્યારે અપંગ હતું, લાચાર હતે ! - ધર્મદાસને મિત્રની ચિંતામાં આખી રાત નિદ્રા જ ન આવી...પિતાની પત્ની સાથે પ્રસન્ન મનથી વાતો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org