________________
મિત્ર-મિલના
૨૦૯ જોતાં જ તેઓ બોલી ઉઠયા “આવ દિકરી આવ.કાંઈ ઉપાધિ જેવું તો નથી ને?”
ના દાદા, આપની કૃપાથી બધું સારું છે...પરંતુ અમારા ગુરુદેવ નગરીમાં પધાર્યા છે ને આવતી કાલે સવારે વિહાર કરવાના છે. જે આપ આજ્ઞા આપે તે ગામને ગોંદરે વળામણામાં જવાની એમની ભાવના છે...”
“અરે, પણ ગગીકઈ સંગમાં એનાથી પગ નીચે ન મૂકી શકાય. હજી તે બધું કાચું કહેવાય.” શિવુદાદાએ કહ્યું.
ચાલીને... નહિં ખાટલામાં જ સૂતા સૂતા જાય અને ખાટલામાં જ બેસી રહેશે.”
ભલે તે હું પણ ભેગે આવીશ. પરંતુ આ રીતે ખાટલો ઉપડાવીને જવું એ શું ભાસ્પદ દેખાશે?”
“આતે ભાવનાની વાત છે..શભા....અશોભાનું મહત્વ શા માટે વિચારવું જોઈએ ?”
તે મારે કયારે આવવાનું?” “સૂર્યોદય પહેલાં ઘેરથી નીકળી જવું પડશે.”
ભલે હું આવીશ.. મને પણ મહાપુરુષનાં દર્શનને લાભ થશે.. ” દાદાએ સંમતિ આપી.
ભાગ્યવતી હર્ષ અનુભવતી સીધી શ્રી જિનમંદિરે ગઈ. ભગવંતનાં દર્શન કરીને તેણે યતિદાદાના વિહારના સમયની ખાત્રી કરી લીધી અને પછી ઘેર આવી. ગંગામાના પુત્રને બોલાવીને ચાર મજુરની વ્યવસ્થા કરવાની વિનંતી કરી.
ભા. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org