________________
૧૬૬
ભાવડ શાહ પળો વિતાવી રહેલે શ્યામસિંહ ઝુંપડીમાં જ બેઠે હતો. તેણે ભગવે અંચળ ધારણ કર્યો હતો... માથા પર રાખને થથે કર્યો હતો અને મોટું ને હાથ પગ પણ રાખવાળા કર્યા હતા.
શ્યામસિંહ એક આસન પર બેઠે હતે. એની સામે બે લાકડાં સળગી રહ્યાં હતાં. બાજુમાં દારૂનું પાત્ર ભર્યું હતું...અને મનમાં મધુર સ્વપનના તરગો રાચતા હતા.
સંસારમાં કામાસક્તિ ન હોત તો અનેક અનિષ્ટ આપોઆપ નષ્ટ થઈ જાત...પણ આવી ભાવના સાકાર બનવી કોઈ પણ યુગમાં શકય નહતી... કારણ કે અનંત સંસારમાં ભટકતા જી કામાસક્તિથી ઘેરાયેલા જ પડયા હોય છે. અને મેહનીય કર્મની જાળમાં સપડાયેલા આવા જી કદી તૃપ્તિનો અનુભવ કરી શકતા નથી..અતૃપ્તિની ઝંખના એને અનંત ભવ સુધી ભટક્તા જ રાખે છે. જ્યારે જ્ઞાનરૂપી પ્રકાશને સ્પર્શ થાય છે અને વૈરાગ્યરૂપી અમૃતને સ્વાદ મળે છે, ત્યારે જ તે જીવ કર્મ જાળ છેદવાનો પુરૂષાર્થ કરવા કટિબદ્ધ થઈ શકે છે.
ભાવડ અને રાઘવ સાવચેતીથી દેવળની વાડીમાં ઘુસી ગયા અને લપાતા છુપાતા છેક ઝુંપડીના એથે પહોંચી ગયા. બંનેએ જોયું, વાડીમાં કઈ હતું નહિ. ઝુંપડીમાં કઈ સાધુ બેઠે હોય એમ લાગતું હતું.”
એકાદ ઘટિકા વીતી ગઈ ત્યાં રાઘવની નજર વાડીના ઝાંપા તરફ ગઈ... એક બાઈ અંદર દાખલ થઈ રહી હતી. રાઘવે ભાવનો હાથે દબાવીને ઝાંપા તરફ નજર કરવાને ઈશારો કર્યો. ભાવડે ઝાંપા તરફે જે યુ...તેણે જમનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org