________________
૧૪૪
ભાવડ શા હું.
મારે ગળે ઉતરે કેવી રીતે? હજી તે ઘણા દી બાકી છે... તું ધીરે ધીરે એના મનમાં ઘર કરતી જા ”
“પણ તમારે દી થોડા રહ્યા છે ને....”
વરચે જ શ્યામસિંહે કહ્યું : “શરતમાં બીજા પંદર દી શું એક મહિનો વધારી શકાય એમ છે.”
તે વળી કાંક થાળે પાડી શકાશે.” જમનીએ આશ્વાસન આપ્યું.
હર્ષાવેશમાં શ્યામસિંહે જમનીને બરાબર ઝકડી લીધી....જમની બેલી : “હવે અથર ન થાએ કોઈ આવી ચડશે તે ભારે થશે. હું પહેલાં બહાર નીકળી જાઉં છું. તમે ડીવાર અહી બેસી રહેજે.”
“તે ઘડીક ગમ્મત નથી કરવી?”
તમને ગમ્મત સૂઝે છે ને મારે જીવ મહારાણી પાસે છે...એમને સૂવાનું ટાણું થઈ ગયું છે. ઈ વખતે મારે અચૂક હાજર રહેવું જોઈએ.” કહી જમની આસ્તેથી સરકી થઈ અને મહુવા બહાર નીકળી ગઈ.
શ્યામસિંહ ત્યાં ને ત્યાં બેસી રહ્યો. લગભગ એક ઘટિકા પછી તે પણ બહાર નીકળ્યો અને પોતાના નિવાસ તરફ ગયે.
બીજે દિવસે રજના સમયે જમની એ ભવડશેઠની ડેલી ખખડાવી. ભાગ્યવતી મા ભરડી રહી હતી. તે ઊભી થઈ તે સમજી ગઈ હતી કે જમની સિવાય કોઈ ન હોય. છતાં તેણે કહ્યું : “કોણ જમનાબેન?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org